Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ ખરીદો અને બાઈક, એસી, ટીવી, લેપટોપ મેળવો તદ્દન મફત

પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરની જનતાને દઝાડી રહ્યાં છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સડકથી લઈને સંસદ સુધી વિરોધ થઈ રહ્યો છે. પરંતુ મધ્ય પ્રદેશમાં તો જાણે પેટ્રોલ-ડીઝલ પરનો ભાવ વધારો લોકો માટે એક તક લઈને આવ્યો હોય એવું છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ કે ડીઝલ ખરીદવા પર મોંઘાદાટ ઈનામો આપવામાં આવી રહ્યાં છે.અહીં પેટ્રોલ કે ડીઝલની ખરીદી કરવા પર બાઈક (મોટરસાઈકલ), લેપટોપ, એર કંડિશન કે વોશિંગ મશીન મફત આપવાની લોભામણી ઓફર ખુદ પેટ્રોલ પંપના માલિકો જ આપી રહ્યાં છે. વેચાણ ટકાવી રાખવા અને વ્યાપારમાં બની રહેવા માટે પેટ્રોલ પંપના માલિકો ગ્રાહકોને આ પ્રકારની ઓફરો આપી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે વેટ વસુલવામાં આવે છે.
રાજ્ય દેશભરમાં સૌથી મોંઘા રાજ્યોની શ્રેણીમાં આવે છે. અહીં ઈંધણ તેલના ભાવ વધારે હોવાના કારણે ટ્રક ઓપરેટરો અને કોમર્સિયલ વીહિકલ ધારકો મધ્ય પ્રદેશના બદલે રાજ્યની સરહદ પારના વિસ્તારોમાં ટાંકીઓ ફૂલ કરાવવાનો પ્રાથમિકતા આપે છે. ત્યાં સુધી કે સ્થાનિક લોકો પણ રાજ્યના પેટ્રોલ પંપના બદલે મધ્ય પ્રદેશ બોર્ડરની નજીક આવેલા પેટ્રોલ પંપોને પ્રાથમિકતા આપી રહ્યાં છે.એક પેટ્રોલ પંપના માલિક અનુજ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ૧૦૦ લીટર સુધીનું ડીઝલ ખરીદવા પર ટ્રક ડ્રાઈવરને નાસ્તો અને ચા પાણી મફતમાં કરાવવામાં આવશે.આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ૫ હજાર લીટર ઈંધણ તેલ ખરીદનારાઓને મોબાઈલ ફોન, સાયકલ અને કાંડા ઘડિયાળ આપવામાં આવી રહી છે. જ્યારે ૧૫ હજાર લીટરની ખરીદી કરવા પર તિજોરી, સોફા સેટ કે ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કાની ઓફર ચાલે છે. ૨૫ હજાર લીટર ડીઝલ ખરીદવા પર ગ્રાહકોને ઓટોમેટિક વૉશિંગ મશીન, ૫૦ હજારનું ડીઝલ ખરીદવા પર સ્પ્લિટ એસી, લેપટોપ જ્યારે ૧ લાખ રૂપિયાનું ડીઝલ ખરીદવા પર સ્કૂટર કે મોટરસાઈકલની ઓફર કરી રહ્યાં છીએ.

Related posts

પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધથી એર ઇન્ડિયાને ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

84 कत्लेआम : सुप्रीम कोर्ट ने 33 दोषियों को दी बड़ी राहत

aapnugujarat

૩૭૦ પર નિર્ણય બાદ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, શ્રીનગરથી અજીત ડોભાલનો રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1