Aapnu Gujarat
બ્લોગ

વધારે પડતાં ઉપવાસ તમારા સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે હાનિ

ઉપવાસ કરવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે જ પરંતુ વધારે પડતા ઉપવાસ ઘણી વાર હાનિકારક સાબિત થાય છે. જો તમે ઉપવાસ કરવા ટેવાયેલા હોય અને તમને ખરેખર ઉપવાસ કરવા મનથી ગમતા હોય તો, તે ઉપવાસની શરૂઆત ધીમી રીતે કરવી જોઈએ. અત્યારના ઉપવાસમાં ભાવતાં ફરાળી ચવાણાં અને તળેલાં બફવડાં ખવાય છે.
બજારમાં ફરાળી બિસ્કિટ પણ મળે છે એટલે ઉપવાસના નામે તહેવારોની ઉજવણી જ કરવામાં આવે છે.ઉપવાસની શરૂઆત ધીમે કરવાથી શરૂઆતમાં શરીર કેળવાય છે અને પછી એ લાંબાગાળા માટે તૈયાર થાય છે. ઉપવાસ દરમિયાન ચા, કોફી, દારૂનું વ્યસન બિલકુલ બંધ કરી દેવું જોઈએ.
ઉપવાસમાં શરીર ભેગી કરેલી ચરબીનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જ્યારે ભૂખમરાથી શરીર ભેગી કરેલી એનર્જી વાપરીને શરીરના ટિશ્યૂ અને મસલમાસ વાપરે છે. શરીર આવી સ્થિતમાં આવે એ પહેલાં ઉપવાસ બંધ કરી દેવા. ડાયટિશિયન લીઝા શાહ જણાવી રહ્યાં છે ઉપવાસ દરમ્યાન શું સાવધાની રાખવી.વધુ પડતા ઉપવાસ કરવાથી શરીર દુખવું, માથાનો દુખાવો અને સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. તેમજ વારંવાર ઊલટી થવી, એલર્જી, મોંમાંથી વાસ આવવી, શરદી અને ફ્લૂ જેવાં લક્ષણો લાગવા માંડે છે.
ફરાળમાં મોરૈયો, સાબુદાણા, રાજગરો, ફળ, દૂધ વગેરે વપરાય છે. વધુ પડતી ફરાળી વાનગીઓ આરોગવાથી વજન ઘટવાને બદલે વધી શકે છે. જો દિવસમાં એક વખત ઓછાં તેલ-ઘીવાળી ફરાળી વાનગીઓ વાપરવામાં આવે તો તે નુકસાન કરતી નથી.દૂધ એ કમ્પ્લિટ મીલ છે.
તે ઉપરાંત તેમાંથી કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન બધું જ મળી રહે છે. અઠવાડિયામાં એકાદ વખત ફક્ત દૂધ અને ફ્રૂટ પર રહેવામાં આંતરડાંને આરામ મળી રહે છે. ફ્રૂટ એ એક પ્રકારનું ક્લીન્ઝર છે. તેમાં વિટામિન અને મિનરલ્સમાંથી એનર્જી મળે છે. દૂધ અને ફ્રૂટ લેવાથી શરીરમાં ક્લીન્ઝિંગ થાય છે અને તાકાત પણ મળે છે.
ઘણા લોકો અલૂણાં (મીઠા વગરનું ખાવું) કરે છે, પરંતુ સામે માવા-મીઠાઈ ખાવાથી શરીરમાં સોડિયમ ઓછું થાય છે અને કોલેસ્ટેરોલ વધી જાય છે.
એસિડિટીના પેશન્ટે લાંબો ટાઇમ ભૂખ્યા રહેવાને બદલે થોડાં થોડાં અંતરે ખોરાક લેવો.એક જ સમયે ભારે ખોરાક લેવાથી પણ એસિડિટી વધી જાય છે.ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ ફરાળી વસ્તુઓ ખાવાને બદલે દૂધી, કેળું, સફરજન, પપૈયું તથા સ્કીમ મિલ્કનો ઉપયોગ કરવો જોઈએ.
ઉપવાસ દરમિયાન બને એટલું વધુ પાણી ઉપરાંત સ્કીમ મિલ્ક, સ્કીમ મિલ્કની છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણીનો સમાવેશ કરી શકાય છે.
ઉપવાસ બાદ ધીરે ધીરે ખાવાનું ચાલુ કરો કે ગમે તેટલું ધ્યાન રાખો, ઉપવાસ દરમિયાન ઉતારેલું વજન લગભગ ૩ થી ૬ દિવસમાં અડધાથી ઉપર તો વધી જ જાય છે. ઉપવાસના પારણા કર્યા પછી શરૂઆતના ૨-૩ દિવસ ખૂબ જ હલકો અને થોડો ખોરાક ખાવો જોઈએ.

Related posts

MORNING TWEET

aapnugujarat

ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ (જનમંગલ મંત્ર ૪૯)

aapnugujarat

પોતાની છબી બદલવા પ્રતિબદ્ધ સંઘ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1