Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધથી એર ઇન્ડિયાને ૩૦૦ કરોડનું નુકસાન

પાકિસ્તાન ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ નવી દિલ્હીથી યુરોપ, અખાત દેશો અને અમેરિકાના નિર્ધારિત સ્થળો ઉપર પહોંચી જવાના ઇરાદાથી એર ઇન્ડિયાને ફેબ્રુઆરીના અંતિમ દિવસોથી લઇને હજુ સુધી આશરે ૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચુક્યું છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા પર ભારત દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ સ્થિતિ સતત બગડી રહી છે. ભારતીય ઉંડાણો માટે પાકિસ્તાને હવાઈ ક્ષેત્રને બંધ કરી દીધા બાદ તંગદિલી સતત વધી રહી છે. પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આ પ્રતિબંધથી એર ઇન્ડિયાને ૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. નવી દિલ્હીથી ઉંડાણ ભરનાર વિમાનોની ઉડ્ડયનની અવધિ વધી જવાથી એર ઇન્ડિયાને વધારાના ફ્યુઅલના ઉપયોગ અને કર્મચારીઓ પર થતાં ખર્ચના કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે.
એર ઇન્ડિયાને દરરોજનું ૬ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ આ નુકસાનને પહોંચી વળવા માટે વિશેષ તૈયારી પણ કરી છે પરંતુ ભરપાઈ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં ખુબ મુશ્કેલી પડી રહી છે. મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, એર ઇન્ડિયાએ આ સંબંધમાં માહિતી આપતા કહ્યું છે કે, સંબંધિત પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાની ઉડ્ડયન ક્ષેત્ર પર પ્રતિબંધના પરિણામ સ્વરુપે એર ઇન્ડિયાની ઉંડાણને નવી દિલ્હીથી અમેરિકા જવા માટે બેથી ત્રણ કલાક વધારે લાગે છે. બીજી બાજુ યુરોપની ઉંડાણ માટે બે કલાક વધારે લાગે છે. ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશે મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કરાયા બાદથી પાકિસ્તાની ઉડ્ડયન ક્ષેત્રમાં ઉંડાણ ભરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે જેમાં નવી દિલ્હીથી યુરોપ અને અમેરિકા માટે વિમાન સેવા સંચાલિત કરનાર મોટાભાગની એરલાઇન્સને અસર થઇ છે. અમેરિકી વિમાન કંપની યુનાઇટેડે નવી દિલ્હી-નેવાર્કની ઉડાણને અસ્થાયીરુપે બંધ કરી દીધી છે. સ્થિતિ પર નજર કરવામાં આવી રહી છે. પરિવર્તન કરવામાં આવ્યા બાદ ૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન એર ઇન્ડિયાને થયું છે.

Related posts

કાશ્મીરમાં ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો

aapnugujarat

કઠુઆ ગેંગરેપ : આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, ડે.સીએમ નિર્મલસિંહ

aapnugujarat

११ करोड़ जनता से किया ईमान का करार टूटाः शरद यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1