Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિરિન્જની કિંમતમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થશે

ઓલ ઇન્ડિયા સિરિંજેસ એન્ડ નીડલ્સ મેન્યુફેકચર્સ એસોસિએશને પોતાના તમામ સભ્યોને પરિપત્ર જારી કરીને કહ્યુ છે કે તે મહત્તમ ૭૫ ટકા સુધી માર્જિન રાખીને સિરિન્જ પર મહત્તમ રિટેલ કિંમત એટલે કે એમઆરપી પ્રિન્ટ કરવામાં આવે. આ કામગીરી ૨૪મી ડિસેમ્બરના દિવસે કન્ઝ્‌યુમર ડેના દિવસે શરૂ કરવામાં આવી શકે છે. આને નવા વર્ષમાં ૨૬મી જાન્યુઆરી સુધી અમલી કરી લેવામાં આવનાર છે. સાથે સાથે એસોસિએશને તમામ વિદેશી મેન્યુફેકચર્સને એમ પણકહ્યુ છે કે તેઓ પણ આ પહેલમાં સામેલ થઇને પોતાની કિંમતને પોતે જ નક્કી કરે. જેથી દર્દીઓને કેટલાક અંશે રાહત મળી શકે છે. ભારતના સિરિન્જ અને નીડલ્સ માર્કેટમાં ઓલ ઇન્ડિયા એસોસિએશનનો આશરે ૮૫ ટકા હિસ્સો છે. આવ સ્થિતીમાં આવા લોકો તરફથી સ્વૈચ્છિક રીતે કિંમત નક્કી કરવાની બાબતથી વિદેસી મેન્યુફેકચર્સ પર પણ દબાણ આવશે. તેઓ પોતાની કિંમતમાં કાપ મુકે તે માટે દબાણ આવશે. ઓલ ઇન્ડિયા સિરિન્જ એન્ડ નીડલ્સ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ અને હિન્દુસ્તાન સિરિન્જેસ એન્ડ મેડિકલ ડિવાઇસ લિમિટેડના ચેરમેન અને એમડી રાજીવ નાથે કહ્યુ છે કે અમને આશા છે કે હોસ્પિટલમાં ઉપયોગ કરવામા ંઆવનાર બ્રાન્ડની સિરિન્જની કિંમતમાં બે તૃતિયાશનો ઘટાડો થઇ શકે છે. જ્યારે દવાના દુકાનદારો જે સિરિન્જ વેચે છે તે સેગ્મેન્ટમાં કેટલીક બ્રાન્ડની કિંમતમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. ટોપના અધિકારી રાજીવ નાથે એમ પણકહ્યુ છે કે કોર્પોરેટ હોસ્પિટલની વાત કરવામાં આવે તો કિંમતોમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે. ૧૮મી ડિસેમ્બરના દિવસે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા કરવામાં આવી હતી.
હોસ્પિટલ સેગ્મેન્ટમાં કિંમતો બે તૃતિયાંશ સુધી ઘટી શકે જ્યારે કેમિસ્ટ સેગ્મેન્ટમાં કિંમતોમાં અડધી ઘટી શકે છે. આ હિલચાલના પરિણામ સ્વરુપે વિદેશી મેન્યુફેક્ચર્સ ઉપર પણ દબાણ આવશે. કિંમતોને રેગ્યુલેટ કરવા માટે દવા કંપનીઓ અને સંબંધિતોને આદેશ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગત સપાટી ઉપર આવી છે.

Related posts

વડાપ્રધાન કોવિડ-૧૯ના ગેરસંચાલન બદલ માફી માંગે : સિબ્બલ

editor

ગોમતી રિવરફ્રન્ટ કૌભાંડ પ્રશ્ને યુપી સહિત ચાર રાજ્યોમાં દરોડા

aapnugujarat

આવતીકાલે લોકસભા ચુંટણીનું પરિણામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1