Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાત ઇફેક્ટ : બજેટમાં ગામો અને ખેડુત પર ખાસ ધ્યાન અપાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી હોવા છતાં અંતર ઘટી ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ખેડુતો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારી કરી લીધી છે. ગુજરાતમાં જીતમાં અંતર ઘટી ગયા બાદ હવે તેની અસર સામાન્ય બજેટમાં જોવા મળી શકે છે. મોદી સરકાર તેના બજેટમાં ગામો અને ખેડુતો પર ધ્યાન આપી શકે છે. બજેટમાં મોદી સરકાર કૃષિ અને ગ્રામીણ સેક્ટર માટે ફંડિંગમાં જંગી વધારો કરી શકે છે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઇને સરકાર દેશભરમાં પોતાના સપોર્ટ બેઝને વધારી દેવા માટે ગ્રામીણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇચ્છુક છે. એક અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે આગામી બજેટમાં ખેડુત, ગ્રામીણ રોજગારી, અને ઇન્ફ્રાસ્ટકતચર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. નાણાંકીય ખાદ્ય વધારે ન રહે તેના પર ખાસ ધ્યાન આપવામા ંઆવનાર છે. મોદીએ હાલમા ંજ પોતાના વતન રાજ્ય ગુજરાતમાં પાર્ટીને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. જો કે અંતર ખુબ ઓછુ થયુ છે. સામાન્ય લોકોની નારાજગી હતી. ખેડુત સમુદાયના મત તેમને મળ્યા નથી. ગ્રામીણ વિસ્તારોમાં પાર્ટીને ટેકો મળ્યો નથી. ખેતીમાં થનાર કમાણી અને નોંકરીમાં કમીના કારણે આ સ્થિતી સર્જાઇ હોવાનો મત નિષ્ણાંતો આપી રહ્યા છે. જેથી સરકાર બજેટમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડુત સમુદાયને પ્રભાવિત કરવાની જાહેરાત કરી શકે છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ની શરૂઆતમાં આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તેમાં પણ તેને મદદ મળી શકે છે. પહેલી એપ્રિલથી શરૂ થતા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે નાણાં પ્રધાન જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કૃષિ ગ્રોથ રેટ ૧.૭ ટકા રહ્યો હતો. ખાસ કરીને આઉટપુટ અને કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તર ૫.૭ ટકા બાદ ગ્રોથ ૬.૩ ટકા રહ્યો છે. સરકાર ખેડૂતોની નારાજગી હવે વધારે સમય સુધી સહન કરવાની સ્થિતિમાં નથી જેથી આર્થિક ગ્રોથને વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. કૃષિ સેક્ટરમાં વધારે ફંડિંગ કરવામાં આવશે. આ બજેટ આકર્ષક નહીં પરંતુ સંતુલિત બજેટ રહેશે.

Related posts

કોઈ પણ પ્રોજેક્ટ ગુજરાત કેવી રીતે જાય તે જ પીએમને ચિંતા : SHARAD PAWAR

aapnugujarat

ભાજપની જીતની આગાહી વચ્ચે શેરબજારમાં તેજીનો માહોલ

aapnugujarat

રાયબરેલીમાં ન્યુ ફરક્કા એક્સપ્રેસ ખડી પડતા ૭નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1