Aapnu Gujarat
બિઝનેસ

ઇન્કમ ટેક્સ છુટછાટની મર્યાદાને વધારીને ૩ લાખ કરવાની તૈયારી

પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં આ વખતે કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવનાર છે. સામાન્ય લોકો અને પગારદાર વર્ગને પણ રાહત આપવામાં આવી શકે છે. બજેટમાં ઇન્કમ ટેક્સ છુટછાટ માટેની મર્યાદા ત્રણ લાખ સુધી કરવા માટેની હિલચાલ ચાલી રહી છે. ૬૦ વર્ષથી ઉપરના અને ૮૦ વર્ષથી નીચેની વયના લોકોને કેટલીક રાહત આપવામાં આવી શકે છે. સિનિયર સિટીઝન માટે ટેક્સ છુટછાટ માટેની મર્યાદા ૩.૫૦ લાખ કરવા અને ૮૦ વર્ષથી ઉપરના લોકો માટે છુટછાટ ૫.૫૦ લાખ કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ કરનાર છે. ઇન્કમ ટેક્સની છુટ માટેની મર્યાદાને વધારી દેવાની રજૂઆત કરવામાં આવી ચુકી છે. ઇન્ક્મટેક્સ છુટછાટને વધારી દેવા માટે ત્રણ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. જાણકાર અર્થશાસ્ત્રીઓએ કહ્યુ છે કે અંતિમ નિર્ણય પએમઓ સાથે બેઠક યોજ્યા બાદ કરવામાં આવનાર છે. તમામ કરદાતાઓને હાલમાં ૨.૫૦ લાખ સુધી ઇન્કમ ટેક્સમાં રાહત મળે છે. સિનિયર સિટીઝન માટે ત્રણ લાખ રૂપિયા અને સુપર સિનિયર માટે ઇન્કમ ટેક્સમાં છુટછાટ પાંચ લાખ છે. આનો મતલબ એછે કે આટલી વાર્ષિક આવક હોવાની સ્થિતીમાં કોઇ ટેક્સ લાગુ પડશે નહી. ત્રણ પ્રસ્તાવ પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. નાણામંત્રાલયના સુત્રોના કહેવા મુજબ પ્રથમ પ્રસ્તાવમાં કરદાતાઓ માટે છુટછાટની મર્યાદા ૨.૭૫ લાખ રૂપિયાથી ૩ લાખ રૂપિયા કરવા, સિનિયર સિટિઝનો માટે ૩.૩૦ લાખથી ૩.૫૦ લાખ રૂપિયા કરવા, સુપર સિનિયર સિટિઝનો માટે ૫.૫૦ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત છે. બીજા પ્રસ્તાવમાં ઇન્કમટેક્સ છુટની મર્યાદા ૩ લાખ રૂપિયાની વાત કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોની ઇન્કમ ટેક્સ છુટને ચાર લાખ રૂપિયા અને સુપર સિનિયર સિટિઝનો માટે છ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત છે. ત્રીજી દરખાસ્તમાં કરદાતાઓ માટે ઇન્કમટેક્સ છુટ મર્યાદા ૨.૮૦ લાખ રૂપિયા કરવાન દરખાસ્ત છે. સિનિયર સિટિઝનો અને સુપર સિનિયર સિટિઝનો માટે છુટની મર્યાદા ૩૦૦૦૦ રૂપિયા વધારી દેવા વિચારણા ચાલી હી છે. નાણામંત્રાલયના સુત્રોના કહેવા મુજબ ઇન્કમ ટેક્સ છુટછાટમાં ૫૦૦૦૦ રૂપિયા વધારે કરવાની દરખાસ્ત ઉપર સંમતિ છે. આના બે કારણ છે.
૨૦૧૯માં લોકસભા ચૂંટણી યોજાનાર છે તે પહેલા મતદારોને પ્રભાવિત કરવા માટે સરકાર કોઇ પગલા લઇ શકે છે. બીજુ કારણ એ છે કે, ફેબ્રુઆરી ૨૦૧૯માં સરકારને વચગાળાનું બજેટ રજૂ કરવું પડશે જે થોડાક મહિના માટે રહેશે. ટેક્સ સ્લેબમાં તે વખતે ફેરફાર શક્ય રહેશે નહીં. ત્યારબાદ ચૂંટણી યોજાશે. નવી સરકાર આવ્યા બાદ જ પૂર્ણ બજેટ રજૂ કરી શકાશે. એનડીએ સરકારના પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાના નેતૃત્વમાં કમિટિએ પોતાના રિપોર્ટમાં ટેક્સ છુટછાટની મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવાની વાત કરી હતી.

Related posts

વોલમાર્ટ યુપીમાં ૧૫ સ્ટોર ખોલશે

aapnugujarat

ફરી તીવ્ર તેજી : સેંસેક્સમાં ૩૪૬ પોઇન્ટ સુધી ઉછાળો

aapnugujarat

જેટલીએ નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1