Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ફરી તીવ્ર તેજી : સેંસેક્સમાં ૩૪૬ પોઇન્ટ સુધી ઉછાળો

શેરબજારમાં આજે તીવ્ર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઉછળીને ૩૩૧૦૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૬ પોઇન્ટ ઉછળીને ૧૦૨૧૪ની સપાટીએ રહ્યો હતો. સ્ટાન્ડર્ડ લાઇફ દ્વારા આવતીકાલે શેરબજારમાં એન્ટ્રી કરવામાં આવનાર છે. એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફે હાલમાં જ આઈપીઓ લાવીને ચર્ચા જગાવી હતી. ૮૬૯૫ કરોડ રૂપિયાનો આઈપીઓ હતો. આવતીકાલે બીએસઈ અને એનએસઈમાં તે લિસ્ટેડ થશે. તેજી માટે કેટલાક કારણો રહ્યા હતા. ઇન્ફોસીસ, એસબીઆઈ, રિલાયન્સ અને ટીસીએસના શેરમાં જોરદાર તેજી રહી હતી. નિફ્ટી એનર્જી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં આ પ્રવાહી સ્થિતિ હાલમાં અકબંધ રહી શકે છે. એકબાજુ કેટલાક સાનુકુળ પરિબળ દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. રોકાણકારો પ્રવાહી સ્થિતિમાં કોઇ જંગી રોકાણ કરવા ઇચ્છુક નથી. ત્રિમાસિક ગાળાના આગામી બેચના પરિણામો, જીએસટી સંબંધિત શેર, માઇક્રોઇકોનોમિક નંબર્સ, ક્રુડ ઓઇલની કિંમતો, વૈશ્વિક પરિબળો અને ટેકનિકલ પાસાની સીધી અસર થનાર છે. કારોબારી હાલમાં સાવધાન રહીને કારોબાર કરવા અને રોકાણ કરવા માંગે છે. હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવાના મોદી સરકારના નિર્ણય બાદ તેની અસર આવનાર દિવસોમાં બજારમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત ૬.૯ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમને લઇને શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી રહી હતી.જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૦મી નવેમ્બરે ૧૭૭ વસ્તુઓ ઉપર ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો હતો. ૨૮ ટકા ટેક્સની હદમાં આવનાર ૧૭૭ ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ હવે માત્ર ૫૦ વસ્તુઓ જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહી ગઈ છે. પહેલા ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં ૨૨૭ વસ્તુઓ હતી જે હવે ૫૦ થઇ ગઇ છે. જીએસટી પરિષદે પોતાની ૨૩મી બેઠકમાં ૧૭૭ વસ્તુઓ ઉપર કરવેરામાં ઉલ્લેખનીય ઘટાડો કરી દીધો હતો. દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહનો આંકડો છેલ્લા ૧૧ મહિનામાં ૨.૮૬ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ઇન્ડસ્ટ્રી રોકાણમાં આ મુજબની વાત કરવામાં આવી છે. બેંક ડિપોઝિટમાં જંગી વધારો થયો છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નોટબંધી બાદ વ્યાજદરમાં સતત ઘટાડો થયો છે અને બેંક ડિપોઝિટમાં વધારો થયો છે જેના પરિણામ સ્વરુપે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મૂડી પ્રવાહનો દોર જારી રહ્યો છે. નવેમ્બર ૨૦૧૬થી ઓક્ટોબર ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ઇક્વિટી ફંડનો આંકડો ૨.૮૬ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ પહેલા આ ફંડનો આંકડો ઓક્ટોબર ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૫ વચ્ચે ૧.૫ લાખ કરોડનો નોંધાયો હતો. નોટબંધીના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં મૂડી પ્રવાહ સતત વધ્યો છે.

Related posts

મોદી રાજના ચાર વર્ષમાં જ સરકારી બેંકોએ રૂપિયા ૨,૨૨,૬૯૫ કરોડની લોન માંડવાળ કરી

aapnugujarat

ગ્રાહકોના જોરે પ્રીમિયમ કારની માંગ વધી

aapnugujarat

કતારમાં ૬૫૦૦૦૦ ભારતીય નાગરિકો ફસાતાં ચિંતાનું મોજુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1