Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સાથે સંબંધો અંગે વાત કરવા કૃતિનો ઇન્કાર

સુશાંત સિંહ રાજપુત અને ેકૃતિ સનુન એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને પોતાના સંબંધ અંગે વાત કરી રહ્યા નથી. બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની ચર્ચા બોલિવુડમાં પણ જોવા મળી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે એકબીજાની સાથે સુશાંત અને કૃતિ વધારે સમય ગાળી રહ્યા છે. પોતાની કુશળતાના કારણે તીવ્ર સ્પર્ધા હોવા છતાં સારી ફિલ્મો મળી રહી છે. થોડાક સમય પહેલા સુશાંતસિંહે ભારતના મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોની પર આધારિત ફિલ્મમા યાદગાર ભૂમિકા અદા કરીને તમામને ખુશ કરી દીધા હતા. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેની સાથે યુવરાજની ભૂમિકામાં હેરી તંગરી નજરે પડ્યો હતો. સુશાંત બોલિવુડમાં એક કુશળ અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે. તેની આમીર ખાન દ્વારા અભિનિત ફિલ્મ પીકેમાં ટુંકી ભૂમિકા હતી સુશાંત પોતાની કેરિયરમાં કેટલીક મોટી ફિલ્મોમાં પહેલાથી જ કામ કરી ચુક્યો છે. જેમાં પીકે ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મ સફળતાના રેકોર્ડ સર્જી ગઇ હતી. સુશાંતની ગણતરી એક કુશળ અને આશાસ્પદ સ્ટાર ખેલાડી તરીકે કરવામાં આવી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. જે નવા કલાકારોમાં સૌથી આશાસ્પદ તરીકે દેખાઇ રહ્યો છે. કૃતિ સનુન સાથેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી ચુકી છે.
કૃતિ પાસે પણ સારી સારી ફિલ્મો આવી રહી છે. તેની દિલવાલે ફિલ્મમાં વરૂણ ધવન અને શાહરૂખ ખાનની સાથે ભૂમિકા હતી. તેની પાસે સારી ફિલ્મો આવવા માટે કેટલાક કારણ પણ છે. જાણકાર લોકો કહે છે કે તે શિસ્તમાં રહેનાર છે. જેથી તેની માંગ સ્પર્ધા વચ્ચે પણ વધી રહી છે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા વધી છે. કૃતિ છેલ્લે બરેલી કી બરફી નામની ફિલ્મમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. તેની એક કુશળ સ્ટાર તરીકે નોંધ લેવામાં આવી હતી.

Related posts

पापा जैकी श्रॉफ की बायॉपिक करना चाहता हूं : टाइगर श्रॉफ

aapnugujarat

દિશા પટણી સાઉથની ફિલ્મોમાં કામ કરવા તૈયાર

aapnugujarat

કોરોનાની મહામારી વચ્ચે શૂટિંગને લઈને ગભરાઈ હેલી શાહ

editor

Leave a Comment

UA-96247877-1