Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કેટલીક સરકારી બેંકોના બંધ થવા મુદ્દે સ્પષ્ટીકરણ

ભારતીય રિઝર્વ બેંક તરફથી કેટલીક સરકારી બેંકોના બંધ થવાને લઇને સ્પષ્ટતા કરી દીધી છે. રિઝર્વ બેંક તરફથી બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક બેંકોને પ્રોમ્ટ કરેક્ટિવ એક્શનની લિસ્ટમાં મુકી દેવામાંઆવ્યા બાદ ચાલી રહેલી અફવાનો આરબીઆઈએ અંત લાવ્યો છે. સોશિયલ મિડિયા ઉપર ચાલી રહેી રિપોર્ટના સંદર્ભમાં બેંક ઓ ઇન્ડિયા સહિત નવ સરકારી બેંકોના બંધ થવાની વાત કરવામાં આવી રહી હતી. આના ઉપર આરબીઆઈએ સ્પષ્ટીકરણ જારી કરીને કહ્યું છે કે, બેંકોની સામાન્ય કામગીરી ઉપર કોઇપણ અસર થશે નહીં. આરબીઆઈએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે, આરબીઆઈને સોશિયલ મિડિયા સહિત અનેક એવા પ્લેટફોર્મ ઉપર એવા ખોટા અહેવાલો અંગે માહિતી મળી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેટલીક સરકારી બેંકો બંધ થનાર છે. જો કે, આરબીઆઈએ આજે આ સંદર્ભમાં અહેવાલોને રદિયો આપ્યો હતો.
આરબીઆઈનું કહેવું છે કે, આ તમામ અહેવાલ આધાર વગરના છે. પ્રોમ્ટ કરેક્ટિવ એક્શનને લઇને એવા અહેવાલ આપવામાં આવી રહ્યા હતા પરંતુ આ અહેવાલ આધારવગરના છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, પ્રોમ્ટ કરેક્ટિવ એક્શનનો હેતુ સામાન્ય લોકો માટે બેંકોની સામાન્ય કામગીરીને રોકવા માટેનો રહ્યો નથી. કેન્દ્રીય બેંકોએ કહ્યું છે કે, સુપરવાઈઝરી ફ્રેમવર્ક હેઠળ અમે બેંકોના ફાઈનાન્સિયલ હેલ્થ સુધારવાના પગલા લઇ રહ્યા છે. બેંકોની કામગીરી ઉપર આના કારણે કોઇ અસર થશે નહીં. અત્રે નોંધનીય છે કે, રિઝર્વ બેંકે બેડલોનના સંકટના પરિણામ સ્વરુપે બેંક ઓફ ઇન્ડિયાની નવી લોન જારી કરવાની પ્રવૃત્તિ ઉપર બ્રેક મુકી દીધી હતી.

Related posts

मॉनसून ने केरल तट पर दी दस्तक, मौसम विभाग ने किया ऐलान

aapnugujarat

યુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાક દ્વારા ભીષણ ગોળીબાર

aapnugujarat

મધ્યપ્રદેશ : શિવભક્તિની સાથે રાહુલે ચૂંટણીનું ફુંકેલું રણશિંગુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1