Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવતીઓ દ્વારા છેતરપિંડીના કેસ વધી રહ્યાં છે

રોંગ નંબર ઉપર યુવતીનો મીઠો અવાજ સાંભળીને ખુશ થવાની જરૂર નથી. જો કોઈ યુવતી મળવા માટેની ઇચ્છા દર્શાવે છે તો આનો મતલબ કોઈ બીજો કાઢવો જોઈએ નહીં. આ પ્રકારની ઘટના હવે દેશના મોટા શહેરોમાં બનવા લાગી ગઇ છે. કેટલાક બનવો સપાટી પર પણ આવી ચુક્યા છે. કેટલાક કેસોમાં પોલીસને પણ જાણ કરવામાં આવી નથી. કેટલાક કેસોમાં તો યુવતીની માઠી વાતોમાં આવીને શિકાર થઇ ગયા બાદ અપમાનના કારણે પોલીસને જાણ કરવામાં આવતી નથી. તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસે દોષિતોને પકડી પાડી હતી. આવા બનાવ તાજેતરના સમયમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. દેશના અનેક ભાગોમાં આ પ્રકારના બનાવો બને છે. તાજેતરના સમયમાં આવા ફોન આવે તો દરેક વ્યક્તિને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે કોિ પણ અજાણ વ્યક્તિ આ પ્રકારના ફોન કરી શકે નહી. બીજી બાજુ ચોક્કસ ગેંગ પણ આ પ્રકારની પ્રવૃતિમાં સંડોવાયેલી રહે છે. જે જુદી જુદા લાલચ આપીને લોકોને ફસાવે છે. ચોક્કસ રકમ બેંકમાં જમા કરવા માટે કહેવામાં આવે છે. મળવા માટે બોલાવવામાં આવે છે. ફોન પર વાત કરીને યુવકો પાસેથી નાણાં પડાવી લેવાની પ્રવૃતિ હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત ફોન પર લોકો પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તેમજ બેંક ખાતાના નંબર તેમજ પાસવર્ડ મેળવી લઇને લુંટ ચલાવવાના બનાવો વધી રહ્યા છે.

Related posts

Illegal mining case: CBI rais at UP Ex min. Gayatri Prajapati’s location

aapnugujarat

કુંભમેળાથી પાછા ફરનારા કોવિડ વધુ ફેલાવશે : સંજય રાઉત

editor

પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1