Aapnu Gujarat
રાષ્ટ્રીય

વારાણસી સિટી ૧૦૦ સ્માર્ટ સિટીમાં પાચ પોઈન્ટ નીચે આવી ગયુ

બાબા વિશ્વનાથની ધરતી અને વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર એવું વારાણસી સિટી ૧૦૦ સ્માર્ટ સિટીમાં પાચ પોઈન્ટ નીચે આવી ગયુ છે. તો વળી તાજેતરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આગરા ચોથા નંબરેથી ત્રીજા નંબરે આવી ગયુ છે. જ્યારે તેમાં પ્રથમ નંબરે અમદાવાદ અને બીજા નંબરે ઈન્દોર આવ્યુ છે.
તો વળી ઉત્તર પ્રદેશમાં રાજ્ય સ્તરની વાત કરીએ તો, આગરા ટોપ પર છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, હાલમાં મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ધાટન કરવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આગરા સ્માર્ટ સિટીના ખૂબ વખાણ કર્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદીએ કમાંડ એન્ડ કંટ્રોલ સિસ્ટમના ખૂબ વખાણ કર્યા હતા.
આપને જણાવી દઈએ કે, વારાણસી વડાપ્રધાન મોદીનો સંસદીય મત વિસ્તાર છે. એટલા માટે વિરોધીઓની નજર પણ તેના થયેલા વિકાસ પર રહેતી હોય છે. ફંડ ટ્રાન્સફરના આધારે શહેરી વિકાસ મંત્રાલયે શહેરોની લાઈવ રેકીંગ જાહેર કરી છે.
આ વર્ષની ફાઈનલ રેંકીંગ આ મહિનાના અંતમાં અથવા જાન્યુઆરની પહેલા અઠવાડીયામાં આવી જશે.એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ૪૯-૪૯ કરોડ રૂપિયા મળ્યા હતા. આ જ ક્રમમાં બનારસને પણ કેન્દ્ર તરફથી રૂપિયા મળ્યા હતા. જો કે, રાજ્ય સરકાર તરફથી રકમ ન મળતા બનારસ પાંચમા સ્થાને ધકેલાયુ છે. સ્માર્ટ સિટીના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આવનારા સમયમાં મહેનત કરીને રેકીંગ સુધારી દઈશું.

Related posts

એનઆરસી સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો : રાજનાથસિંહ

aapnugujarat

हिंदू मैरेज एक्ट के तहत वन नाइट स्टैंड शादी नहीं : बॉम्बे हाईकोट

aapnugujarat

મહિલા અનામત બિલને પસાર કરવા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી અપીલ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1