Aapnu Gujarat
ગુજરાત

રાહેલ બા મગોડી વૃદ્ધાશ્રમમાં ઈન્ડિયન લાયન્સ ગાંધીનગરે દિવાળી વૃદ્ધો સાથે ઉજવી

દિવાળી નિમિતે ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા દિવાળીના રોજ સવારે બાળકો માટે સેક્ટર ૨૪ અને સેક્ટર ૧૩ની ગરીબ વસાહતના બાળકો સાથે બાલ દિવસ નિમિતે મિઠાઈ અને ફૂલઝડી વહેંચી સવારે દીવાળી ઉજવી અને સાંજે ૬ વાગ્યે મગોડી ખાતે આવેલા રાહેલ બા વૃદ્ધશ્રમમાં વૃદ્ધો સાથે કાર્યક્રમ કરી દિવાળી ઈન્ડિયન લાયન્સ ગાંધીનગદના નેશનલ ચીફ પેટર્ન હિતેશ પંડ્યા, ચેરપર્સન આશા પંડયા, પ્રમુખ રાધેશ્યામ યાદવ, ઉપપ્રમુખ ડૉ. ગુલાબચંદ પટેલ, મંગળસિંહ સોલંકી, ઉપપ્રમુખ દ્વારા વૃધ્ધોને ગરમ સ્વેટરનું વિતરણ કરી તેઓ સાથે ભોજન લઈ દિવાળી ઉજવવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન સંજીવ યાદવ (કોષાધ્યક્ષ) દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ રાષ્ટ્ર ગાન, વંદે માતરમ્‌ સમૂહ ગાન કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિતેશ પંડ્યા દ્વારા વૃદ્ધોને દિવાળીની શુભકામના પાઠવવામાં આવી હતી અને આશા પંડયા દ્વારા બહેનોને સમ્માનિત કરી તેઓને દિવાળીની શુભેછા પાઠવવામાં આવી હતી. આત્મીયતાથી તેઓ બહેનોને મળ્યા હતા.
આ પ્રસંગે ઉપપ્રમુખ ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના સ્થાપક નિર્મળાબહેનું ફૂલમાળાથી વિમલા પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, સંસ્થાના સંચાલક જશુભાઇ ઝાલાનું સન્માન કાંતિભાઈ પટેલ (એડવોકેટ) દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ રાધેશ્યામ યાદવનું ફૂલમાળાથી સન્માન મંગળસિંહ સોલંકી (ઉપપ્રમુખ) દ્વારા કરવામાં આવ્યું હતું. હિતેશ પંડ્યાનું સન્માન પ્રમુખ રાધેશ્યામ યાદવ દ્વારા ફૂલ માળા અર્પણ કરી કરવામાં આવ્યું હતું. આશા પંડયાનું સન્માન ફૂલમાળાથી વિમલા કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સેક્રેટરી મનિષા ગોહિલનું સન્માન પણ ફૂલમાળાથી વિમલા કે. પટેલ દ્વારા કરવામા આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપપ્રમુખ ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ વૃદ્ધાશ્રમ ઉભા થવાના કારણો વિશે લોકોને માહિતગાર કર્યાં હતાં. શ્રી યોગી રામદાસ દ્વારા રામ સીતાના વનવાસથી લઈને રાવણને હરાવી અયોધ્યા પરત ફર્યાં હતાં ત્યારે પ્રજા દ્વારા દિવાળી ઉજવવામાં આવી હતી એટલે કે ઘેર ઘેર દીપ જ્યોતિ જલાવી પ્રકાશની રોશની કરી સીતા રામ અને લક્ષ્મણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ દિવાળી ઉજવાય છે તેનું સુંદર વર્ણન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ રાધેશ્યામ યાદવ દ્વારા ક્લબની પ્રવૃતિઓ વિશે વાત કરવામાં આવી હતી અને પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. વૃદ્ધોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંચાલક દ્વારા ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબનો આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે જયેશ ગોહિલ ઈન્ડિયન લાયન્સ, મહેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્ર ગીતનું સમૂહમાં ગાન કરવામાં આવ્યું હતું અને એડવોકેટ કાંતિભાઈ પટેલ ઈન્ડિયન લાયન્સ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉ ગુલાબચંદ પટેલ
કવિ લેખક અને અનુવાદક હિન્દી ગુજરાતી

Related posts

सरदारनगर में शराब के अड्डे पर पुलिस ने कार्रवाई की

aapnugujarat

સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે રાજપીપલાની પ્રાથમિક શાળાના બાળકો સાથે કર્યો સીધો સંવાદ

aapnugujarat

મહેસાણામાં ઠાકોર સેનામાં મોટું ગાબડું, અનેક આગેવાનો ભાજપમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1