Aapnu Gujarat
રમતગમત

૧૬ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ઈંગ્લેન્ડની પુરૂષ ટીમ ૧૬ વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પાકિસ્તાનના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમ ઓક્ટોબર ૨૦૨૧મા જશે. ઈંગ્લેન્ડની ટીમ ૧૨ ઓક્ટોબરે કરાચી પહોંચશે અને બંન્ને ટીમ સિરીઝ બાદ આઈસીસી મેન્સ ટી૨૦ વિશ્વકપ માટે ભારત માટે પ્રસ્થાન કરશે.
પાકિસ્તાનની ટીમ ૧૪ અને ૧૫ ઓક્ટોબરે કરાચીમાં બે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પીસીબીએ ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મંગળવારે સાંજે પ્રવાસની પુષ્ટિ કરી છે. ઈંગ્લેન્ડ અને પાક વચ્ચે ૧૪ અને ૧૫ ઓક્ટોબર ૨૦૨૧મા કરાચીમાં બે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
ઈંગ્લેન્ડે છેલ્લે ૨૦૦૫મા પાકિસ્તાનનો પ્રવાસ કર્યો, જ્યારે તેણે ત્રણ ટેસ્ટ અને પાંચ વનડે મેચ રમી હતી. ૨૦૧૨ અને ૨૦૧૫મા બંન્ને ટીમો વચ્ચે સિરીઝ સંયુક્ત અરબ અમીરાતમાં રમાઈ હતી. ઈસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી ટોમ હેરિસને કહ્યુ છે, ’આ જાહેરાત કરવાની એક વાસ્તવિક ખુશી છે કે ઈંગ્લેન્ડની ટીમ ઓક્ટોબર ૨૦૨૧મા પાકિસ્તાનનો પ્રવાસ કરશે અને તે ટીમ ભારતમાં ટી૨૦ વિશ્વકપ રમશે.’

Related posts

Steve Smith’s record speaks for itself, but captain Virat Kohli best : Ganguly

aapnugujarat

लोढ़ा समिति के विवादास्पद सुधारवादी कदमों का आकलन करने बीसीसीआई ने बनावी कमिटी

aapnugujarat

સરકાર ઈન્કાર કરશે તો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમેઃ બીસીસીઆઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1