Aapnu Gujarat
રમતગમત

સરકાર ઈન્કાર કરશે તો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમેઃ બીસીસીઆઈ

પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં સાથે રમશે કે નહીં તે વિશે હજુ શંકા છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિશે થોડા દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને આ વિશે કોઈ લેવા દેવા નથી. જો આપણી સરકારને લાગતું હશે કે ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ તો સ્પષ્ટ છે કે વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાન સાથે રમશે નહીં. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦મેથી ૧૪ જુલાઈ સુધી વર્લ્ડ કપ મેચ રમવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો પાકિસ્તાન સાથે ભારત મેચ નહીં રમે તો તેમને એક અંક વધારે મળી જશે અને જો ફાઈનલમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો થયો અને ભારતની ટીમ નહીં રમે તો પાકિસ્તાન આ મેચ રમ્યા વગર જ ચેમ્પિયન બની જશે.
રિચર્ડસને કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલાથી પ્રભાવિત લોકોની સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સહિત પોતાના સદસ્યોની સાથેની પરિસ્થિતિઓ પર નજર રાખીએ છીએ. પરંતુ હવે બીસીઆઈના સુત્રો પ્રમાણે આ મેચને ટાળી શકાય છે અને આઈસીસીનું આમાં કોઈ યોગદાન નથી.
નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાનની ટીમ ગઈ વખતે આઈસીસી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફાઈનલમાં આમને-સામને ઉતરી હતી. તે સમયે ફાઈનલ જીતીને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી.

Related posts

આજે પંજાબ – હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ

aapnugujarat

ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ- કમેન્ટ્રી બોક્સમાં વાપસી કરશે માંજરેકર

editor

વિશ્વકપમાંથી ઈજાને કારણે રવિન્દ્ર જાડેજા બહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1