Aapnu Gujarat
રમતગમત

માર્કસ સ્ટોઇનિસ હાર્દિક પંડ્યા કરતા સારો ખેલાડી : મેથ્યુ હેડન

૨૪ ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટી૨૦ સીરીઝ રમાવાની છે. ત્યારે ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ બેટ્‌સમેન મેથ્યુ હેડને કહ્યું કે વર્તમાન સમયમાં માર્કસ સ્ટોઇનિસ ભારતના હાર્દિક પંડ્યા કરતા સારો ખેલાડી છે. ઓસ્ટ્રેલિયા માટે ૧૦૩ ટેસ્ટ રમનાર આ દિગ્ગજ ખેલાડીને લાગે છે કે ફાસ્ટ બોલર પેટ કમિંસ બંને દેશો વચ્ચે રમાનારા આગામી વન ડે અને ટી૨૦ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ સીરીઝમાં ભારતના બેટ્‌સમેન શિખર ધવન માટે મુશ્કેલીઓ વધારી પડકાર ઉભો કરી શકે છે.
તેઓએ જો કે ભારતીય લેગ સ્પીનર યુજવેંદ્ર ચહલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે હરિયાણાનો આ બોલર વચ્ચેની ઓવરોમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્‌સમેન ગ્લેન મેક્સવેલ માટે પડકાર ઉભો કરશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ દરમ્યાન ટી૨૦ આંતરરાષ્ટ્રીય અને પાંચ વન ડે મેચ રમશે જેની શરૂઆત ૨૪ ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનાર ટી૨૦ મેચથી થશે.
હેડને બંને દેશોના બોલરોની તુલના કરતા કહ્યું હે, ‘સ્ટોઇનિસ વિશ્વસ્તરે સારા બોલર તરીકે બહાર આવ્યા છે પરંતુ તેઓની બદકિસ્મતી રહી છે કે તેમને વધુ ટેસ્ટમેચ રમવાનો મોકો નથી મળી રહ્યો, તે એક સારા ખેલાડી છે, જો કે હાર્દિક પંડ્યા પણ સારા ખેલાડી છે.
હેડને વધુમાં ઉમેર્યું હતું કે સ્ટોઇનિસને તેમની રમત માટે એક વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે જેનાથી તે દેશ માટે મેચ જીતે છે. હાર્દિક પાસે પણ આ જવાબદારી છે છતાં મને એવું લાગે છે કે સ્ટોઇનિસ એક સારો ખેલાડી છે. હવે હેડનની વાત કેટલી સાચી તે આગામી દિવસોમાં થનારા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના મુકાબલા દરમ્યાન સાબીત થશે પરંતુ એટલું તો ખરૂ કે હવે હાર્દિક પંડ્યાએ પણ એક જવાબદાર ખેલાડી બનવું અને તેને સાબીત કરવું પડશે.

Related posts

हमें खराब फील्डिंग का खामियाजा भुगतना पड़ा: कप्तान मॉर्गन

aapnugujarat

IPL પર ત્રાસવાદી હુમલો થઇ શકે : એલર્ટની જાહેરાત

aapnugujarat

ટ્‌વેન્ટી-૨૦ : ટાર્ગેટ ચેઝિંગમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1