Aapnu Gujarat
રમતગમત

ટ્‌વેન્ટી-૨૦ : ટાર્ગેટ ચેઝિંગમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો

ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ન્યુઝીલેન્ડ ઉપર પાંચ વિકેટે જીત મેળવીને ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં ચેજિંગ માટેનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૨૪૪ રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આને સાત બોલ ફેંકવાના બાકી હતા ત્યારે મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. ન્યુઝીલેન્ડે ૨૪૪ રન બનાવ્યા હતા. ૪૯ બોલમાં સદી ફટકારનાર ગુપ્ટિલ સૌથી વધારે ટી-૨૦ ઇન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તે પોતાના દેશના બ્રેડન મેક્કુલમ ૨૧૪૦થી આગળ નિકળી ગયો છે અને તેના હવે ૨૧૮૮ રન થયા છે. આ મેચમાં બંને ટીમોએ ૩૨ છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી ચુક્યું છે જ્યારે ન્યુઝીલેન્ડે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવી હતી. પરંતુ આજે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર દેખાવ કર્યો હોવા છતાં તેની હાર થઇ હતી. ન્યુઝીલેન્ડને હજુ પણ તક રહેલી છે. હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ચાર મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી અને આજે ત્રિકોણીય શ્રેણીની ઓકલેન્ડ ખાતે રમાયેલી પોતાની ચોથી મેચ પણ જીતી લીધી હતી. આજની મેચની મુખ્ય વિશેષતા બેટ્‌સમેનોની શાનદાર બેટિંગ રહી હતી. બંને ટીમોએ તોફાની બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ બે મેચ ઇંગ્લેન્ડ સામે અને બે મેચ ન્યુઝીલેન્ડ સામે જીતી છે. ઇંગ્લેન્ડ સામે છેલ્લી મેચમાં તેનો દેખાવ પણ જોરદાર રહ્યો હતો.
ગુપ્ટિલ, કેપ્ટન વિલિયમસન, મુનરો અને ઓલરાઉન્ડર ગ્રાન્ડહોમ ઉપર તમામની નજર રહી હતી પરંતુ ગુપ્ટિલ અને મુનરો જ આજે ઝંઝાવાતી ફોર્મમાં દેખાયા હતા. બાકીના બેટ્‌સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. કેપ્ટન વિલિયમસન એક રન કરીને આઉટ થયો હતો. મિડલ ઓર્ડરમાં ધબડકો થવાના લીધે ન્યુઝીલેન્ડ ૨૪૩ રન જ બનાવી શક્યું હતું. ક્રિકેટના જાણકાર લોકોએ કહ્યું હતું કે, આજે ન્યુઝીલેન્ડને આ મેચમાં વધુ જુમલો ખડકવાની તક હતી પરંતુ આ તક શરૂઆતની ભવ્ય બેટિંગ છતાં ગુમાવી દીધી હતી. ગુપ્ટિલે ૫૪ બોલમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા સાથે ઝંઝાવતી ૧૦૫ રન કર્યા હતા જ્યારે મુનરોએ ૩૩ બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગા સાથે ૭૬ રન ફટકાર્યા હતા.

Related posts

ઇંગ્લેન્ડ પર ન્યુઝીલેન્ડનો માત્ર ૧૨ રને રોમાંચક વિજય થયો

aapnugujarat

पूर्व तेज गेंदबाज सुदीप त्यागी ने लिया संन्यास

editor

વન-ડે રેન્કિંગમાં બાબર આઝમ ટોચના સ્થાને પહોંચ્યો

editor

Leave a Comment

UA-96247877-1