Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેન્ડ પર ન્યુઝીલેન્ડનો માત્ર ૧૨ રને રોમાંચક વિજય થયો

વેલિંગ્ટન ખાતે આજે રમાયેલી ટ્‌વેન્ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ ઉપર ૧૨ રને જીત મેળવી હતી. આ મેચ હાઈસ્કોરિંગ રહી હતી. ન્યુઝીલેન્ડના ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૬ રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૮૪ રન કરી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસને ૪૬ બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ઝંઝાવતી ૭૨ રન ફટકાર્યા હતા. જ્યારે ગુપ્ટિલ છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૪૦ બોલમાં ૬૫ રન કરીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી હેલ્સે ૨૪ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૪૭ રન કર્યા હતા. માલન ૪૦ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૯ રન કરીને આઉટ થયો હતો. મેન ઓફ દ મેચ તરીકે ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની પસંદગી કરવામાં આવી હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડે આ મેચ જીત્યા બાદ ફાઇનલમાં પહોંચવાની તેની આશા ઉજળી બની છે. શ્રેણીની પાંચમી મેચ ઓકલેન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રમાશે. શ્રેણીની છઠ્ઠી અને છેલ્લી મેચ હેમિલ્ટન ખાતે રમાશે. ત્યારબાદ ફાઈનલ મેચ ઓકલેન્ડમાં રમાશે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને ઓસ્ટ્રેલિયા સામે હારી ચુક્યું છે. રસપ્રદ બાબત એ છે કે, પ્રથમ વખત આ પ્રકારની ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિકોણીય શ્રેણી ત્રિકોણીય વનડે શ્રેણીની જેમ જ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ધરખમ દેખાવ કરવામાં આવ્યા બાદ તે શ્રેણીમાં હોટફેવરિટ દેખાઈ રહી છે. હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે જે પૈકી બે મેચ ઇંગ્લેન્ડ સામે અને એક મેચ ન્યુઝીલેન્ડ સામે જીતી છે. વેલિંગ્ટન ખાતે આજે રમાયેલી આ મેચમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. બંને ટીમોના બોલરોનો ફ્લોપ શો રહ્યો હતો. કારણ કે હાઈસ્કોરિંગ મેચ રહી હતી. બોલ્ટે ચાર ઓવરમાં ૪૬ રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. સોઢીએ ૪૯ રનમાં બે વિકેટ ઝડપ હતી.

Related posts

वार्नर पूरी तरह फिट हुए तो अफगानिस्तान के खिलाफ खेलेंगे : लैंगर

aapnugujarat

मुंबई की अंडर-१९ टीम में चुने गए अर्जुन तेंडुलकर

aapnugujarat

ઓકલેન્ડ ટેસ્ટનાં પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ ૫૮ રનમાં ઓલઆઉટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1