Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જુનૈદ ફરી સિરિયલ બ્લાસ્ટ કરવા માટે ઇચ્છુક હતો

હાલમાં જ ઝડપાઇ ગયેલા ખતરનાક ત્રાસવાદી આરિજ ખાન ઉર્ફે જુનૈદ ભારતમાં મોટા સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના ધરાવતો હતો. જો કે તે આ યોજના સાથે આગળ વધે તે પહેલા જ ઝડપાઇ જતા તેની યોજના પર પાણી ફરી વળ્યું હતું. ઇન્ડિયન મુઝાહીદ્દીનના ધરપકડ કરવામાં આવેલા અને અગાઉ અમદાવાદ સહિત દેશના જુદા જુદા ભાગોમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં સંડોવણી ધરાવનાર જુનૈદે નેપાળમાંથી ભારતમાં પ્રવેશ કર્યો હતો.
આ પહેલા પકડી પાડવામાં આવેલા અબ્દુલ સુભાષ ઉર્ફે તૌકીર પણ આ જ ખતરનાક ઇરાદા ધરાવતો હતો. બન્ને ઇન્ડિયન મુજાહીદ્દીન અને સિમીના નિષ્ક્રિય થયેલા શખ્સો અને તેમના નેટવર્કને ફરી સજીવન કરવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા. ઇન્ડિયન મુજાહીદ્દીન સાથે નવા બેરોજગાર યુવાનોને સામેલ કરવા માટેની યોજના પણ હતી. આની પાછળ કેટલાક કારણ હતા. મળેલી માહિતી મુજબ સરહદ પારથી ભારતમાં વહેલી તકે હુમલા કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. સરહદ પારથી એમ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે ભારત જમ્મુકાશ્મીરમાં તેમના લોકો પર સતત દબાણ લાવી રહ્યુ છે. તેમની મુશ્કેલી વધારી રહ્યુ છે. આવી સ્થિતીમાં ભારતને જવાબ આપવાની જરૂર છે. પાકિસ્તાન તરફથી સતત દબાણ લાવવાની નીતિના કારણે જુનૈદ ઝડપાઇ ગયો હોવાનુ માનવામાં આવે છે. આરિઝ ખાન ઉર્ફે જુનૈદને ૧૩મી ફેબ્રુઆરીના દિવસે ભારત-નેપાળ સરહદથી પકડી લેવામાં આવ્યો હતો.
આ પહેલા જાન્યુઆરીમાં આઇએમના સહ સ્થાપક તૌકીરની પણ ધરપકડ કરવામાં આવી હતી. બન્નેની પુછપરછમાં કેટલીક નવી વિગત ખુલી રહી છે. બન્ને આઇએમમાં નવા પ્રાણ ફુંકીને ભારતમાં દહેશત ફેલાવવા માટે ઇચ્છુક હતા. ભારતીય યુવાનોને આઇએમમાં ભરતી કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. જુનેદની ધરપકડ બાદ તેના અન્ય ચાર સાગરિતોની શોધખોળ ચાલી રહી છે. એનઆઈએની ટુકડી તપાસમાં લાગી ગઈ છે. જુનેદની ધરપકડ બાદ આઝમગઢ જિલ્લાનું નામ ફરી એકવાર સપાટી ઉપર આવ્યુ છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને જુનેદ ફરાર થઇ ગયો હતો. જુનેદ ઉર્ફે આરીઝની સાથે ચાર શખ્સો જેના પર એનઆઈએ દ્વારા ૧૦-૧૦ લાખનું ઇનામ જાહેર કર્યું છે .તેમની શોધખોળ વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. દિલ્હીના બાટલા હાઉસ અથડામણમાં ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે જિલ્લાના સંજરપુર ગામના નિવાસી મોટા આતીફ સહિત સાજીદનું મોત થઇ ગયું હતું. જ્યારે ઘટના સ્થળથી સૈફની ધરપકડ કરાઈ હતી. આઝમગઢ જિલ્લાના આશરે દોઢ ડઝન જેટલા યુવકોના નામ સપાટી ઉપર આવ્યા હતા જેમાં સલમાન, આરીફ, શાહનવાઝ, દાનિશ, અસદુલ્લા અખ્તરની ધરપકડ કરવામાં આવી હતી. હવે જુનેદની ધરપકડ બાદ સાજીદ, શાહનવાઝ, શાદાબ બેગ અને ખાલીદની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એનઆઈએને સફળતા મળવાની આશા છે. જુનેદ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. તે જુદા જુદા બ્લાસ્ટમાં સામેલ હોવાના કારણે અન્ય શહેરની પોલીસ પણ તેની પુછપરછ કરવાની ઇચ્છા ધરાવે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પોલીસ તેની પુછપરછ કરી શકે છે.

Related posts

ભારત-ઇઝરાયેલના સંબંધ નવી ઉંચાઈઓ ઉપર પહોંચશે : મોદી

aapnugujarat

અયોધ્યા જમીન વિવાદ કેસને મધ્યસ્થી મારફતે ઉકેલવા સુપ્રીમનો આદેશ

aapnugujarat

ભારતમાં હાલ ૭૫૫૦ માનવ રહિત રેલવે ક્રોસિંગ રહેલા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1