Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા જમીન વિવાદ કેસને મધ્યસ્થી મારફતે ઉકેલવા સુપ્રીમનો આદેશ

દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આજે આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે આના માટે ત્રણ સભ્યોની પેનલની રચના પણ કરવામાં આવી છે. આ પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર પ્રક્રિયાને ઝડપથી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જો કે વિવાદનો ઉકેલ આવવામાં હજુ ખુબ સમય લાગી શકે છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે કોર્ટની બાજ નજર હેઠળ મધ્યસ્થીની કાર્યવાહી બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે. મિડિયાને મંજુરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતા કહ્યુ હતુ કે મધ્યસ્થીની પ્રક્રિયા ઓન ેમેરા આયોજિત કરવામાં આવે તે જરૂરી છે. મધ્યસ્થતાની પ્રક્રિયા ફૈજાબાદમાં હાથ ધરવામાં આવનાર છે. આનુ નેતૃત્વ જસ્ટીસ (નિવૃત) એફએમ કલીફુલ્લાહ કરનાર છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પણ સામેલ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો આવ્યા બાદ તમામ લોકોમાં આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. મિડિયામાં મધ્યસ્થીની પ્રક્રિયાના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મધ્યસ્થીના અગાઉ ચાર પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. જે તમામ ફ્લોપ રહ્યા છે. સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. એ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જો કે આ વાતચીત ભાંગી પડી હતી. બીજો વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને નિરીક્ષણ હેઠળ મધ્યસ્થીને લઇને ચુકાદો અનામત રાખ્યો હતો.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. આ બેેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ હતા. બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો. હિન્દુ સંસ્થાઓ નિર્મોહી અખાડા સિવાય મધ્યસ્થી માટેના મામલાને રિફર કરવાના કોર્ટના સુચનનો વિરોધ કર્યો હતો. જો કે, મુસ્લિમ સંસ્થાઓએ આ સૂચનને ટેકો આપ્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતા ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં આ મામલાની સુનાવણી આવતીકાલથી શરૂ થશે. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા પર નજર હતી.

Related posts

गोडसे और मोदी की एक ही विचारधारा: राहुल

aapnugujarat

બેંકિંગ વ્યવસ્થામાં સુધારાની જરૂર છે : નીતિશકુમાર

aapnugujarat

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા ડુંગળીના ભાવ આસમાને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1