Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા ડુંગળીના ભાવ આસમાને

એશિયન દેશો જેવા કે બાંગ્લાદેશ અને મલેશિયા સહિતનાં દેશોમાં ભારત દ્વારા ડુંગળીનાં નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ લાદતા કટોકટી સર્જાઇ છે. વિશ્વનાં સૌથી મોટા ડુંગળીનાં નિકાસકારો પૈકીનો એક ભારત દ્વારા આ પ્રતિબંધનાં પગલે એશિયન દેશોમાં સપ્લાઇ બાબતે કટોકટી સર્જાઇ છે. જેથી ડુંગળીનાં ભાવને કાબુમાં રાખવા માટે આ દેશો દ્વારા પ્રયાસો ચાલુ કરી દેવાયા છે. વેપારીઓનાં અનુસાર ડુંગળી એક સામાન્ય વસ્તું છે જે દરેક વ્યક્તિનાં રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે. જો કે ભારત દ્વારા એક્સપોર્ટ પર પ્રતિબંધ લદાતા હાલ વિષમ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. વેપારીઓનાં મતે ભારત દ્વારા ડુંગળીનાં એક્સપોર્ટ પરથી પ્રતિબંધ દુર ન થાય ત્યાં સુધી રાહ જોવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ બાદ હાલ ડુંગળીનાં ભાવ તેની ટોચે છે. હાલ ડુંગળી ૧૦૦ કિલોનાં ભાવે વેચાઇ રહી છે. (૧ ટાકા = ૧.૨૨ ડોલર). ઇરદીશનાં અનુસાર જ્યાં સુધી ડુંગળીનો નવો પાક નથી આવી જતો ત્યાં સુધી સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવે તેની શક્યતાઓ ઘણી ઓછી છે. જ્યાં સુધી નવો પાક નથી આવી જતો ત્યાં સુધી આવી જ પરિસ્થિતી રહેવાની શક્યતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયન દેશોમાં મોટા ભાગનાં દેશોમાં ડુંગળીએ બેઝીક જરૂરિયાતો પૈકીની એક છે.પાકિસ્તાનની પ્રખ્યાત ડિશ બિરિયાની, મલેશિયામાં બેલાકન અને બાંગ્લાદેશમાં ફિશ કરીમાં ડુંગળી એક મહત્વની જરૂરિયાત છે. છેલ્લા પાંચ મહિનામાં જ ડુંગળીનાં ભાવમાં સાત ગણો વધારો થયો છે. ભારતે ૨૦૧૭નં અંત સુધીમાં વિદેશમાં આયાત કરવા માટે ૮૫૦ ડોલર પ્રતિ ટનની લઘુત્તમ કિંમત નિર્ધારણ કરવાની ફરજ પડી હતી. જે અત્યાર સુધીનાં ૭૦૦ ડોલર પ્રતિ ટનથી ઘણી જ વધારે હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ગત્ત સિઝનમાં પાકિસ્તાન અને ભારતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનો પાક થયો હતો. જેનાં કારણે ડુંગળીનાં ભાવ ખુબ જ નિચા જતા ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળીની ખેતી ટાળી હતી. જેથી ચાલુ વર્ષે ડુંગળીનાં પાકમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો.

Related posts

કરૂણાનિધિની દફનવિધિમાં લોકો ઉમટી પડ્યા

aapnugujarat

પેટ્રોલ – ડીઝલના ભાવ લીટરે ૧૫૦ રૂપિયા પહોંચવાના સંકેત

editor

मोदी सरकार से हाथ जोड़कर प्रार्थना, अहंकार छोड़कर किसानों से करो बात : राउत

editor

Leave a Comment

UA-96247877-1