Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુવા અધિકારીઓને ફ્રન્ટ લાઇન ઉપર મોકલવાનો સેનાનો નિર્ણય

પાકિસ્તાન સાથેની સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનલી છે અને પાકિસ્તાન દ્વારા સરહદી ચોકી અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય સેનાએ હવ ફ્રન્ટ લાઇન પર વધુ સંખ્યામાં યુવા અધિકારીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સેનાએ જંગમાં પોતાની ક્ષમતાને સુધારવા અને ગ્રાઉન્ડ પર અધિકારીઓની કમીને પૂર્ણ કરવાના હેતુથી દિલ્હી સ્થિત પોતાના હેડ ક્વાર્ટસમાંથી ૨૩૦ યુવા અધિકારીઓને ફ્રન્ટ લાઇન પર તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી અધિકારીઓએ કહ્યુ છે કે આ અધિકારીઓમાં મોટા ભાગના કર્નલ રેન્કના અથવા તો તેની નીચેની રેંજના અધિકારીઓ સામેલ છે. યુવા અધિકારીઓની નવી ટીમ મળવાથી બોર્ડર પર ઓપરેશનના ગાળા દરમિયાન ટીમને કમાન્ડ કરનાર લીડરશીપમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છ. હિલમાં યુનિટોમાં જરૂરી અધિકારીઓની સંખ્યા અડધી થયેલી છે. નિર્ધારિત સંખ્યા ૨૦થી ૨૫ અધિકારીઓની છે પરંતુ હાલમાં માત્ર ૧૦ અથવા તો ૧૨ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તેમના પર દબાણ વધારે રહે છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે ક પાકિસ્તાન સાથે જોડાયેલી પશ્ચિમી સરહદ અને ચીનની સાથે જોડાયેલી સરહદ પર એટલે કે પૂર્વીય ફ્રન્ટલાઇન પર આ યુવા અધિકારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. હાલમાં સેના તમામ બાબતોન લઇને વિચારી રહી છે. ગયા વર્ષે જુનમાં આર્મી ચીફ જનરલ બિપિન રાવતના આદેશ પર કરવામાં આવેલા આદેશ બાદ આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આનો મુખ્ય હેતુ પડકારોને પહોંચી વળવામાં સેનાને વધુ મજબુત, સાવધાન અને શક્તિશાળી બનાવવા માટેનો રહેલો છ. સરહદ પર યુદ્ધ ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા પર ભારતની ચેતવણી છતાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છ.
પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારો અને અગ્રીણ ચોકીઓ પર મોર્ટારનો મારો હાલમાં જારી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક દિવસમાં જ ૬૪ વખત યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે જેમાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે.દરમિયાન ભારતે પાકિસ્તાનને કાર્યવાહી કરવાની ફરી એકવાર ચેતવણી આપી છે જેના લીધે સ્થિતિ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આસપાસના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ છે. સરહદ પર ગોળીબારમાં ઘટાડો થતા સરહદે રહેતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને પુંચ અને રાજૌરી જિલ્લામાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થઇ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તંગદીલી પ્રવર્તી રહી છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા.

Related posts

હૈદરાબાદમાં ભરબજારે ૨૪ વર્ષીય યુવતી પર કેરોસીન છાંટી જીવતી સળગાવી

aapnugujarat

જૂની ગાડી પર કેન્દ્ર સરકાર ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારીમાં

editor

Delhi Police protests against Lawyers’ hooliganism

aapnugujarat

Leave a Comment

UA-96247877-1