Aapnu Gujarat
રમતગમત

આજે પંજાબ – હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ

મોહાલીના મેદાન પર આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવને તેની છેલ્લી મેચમાં સૌથી મજબુત ગણાતી ટીમ ચેન્નાઇ સુપર પર માત્ર ચાર રન રોમાંચક જીત મેળવી લીધા બાદ ખુબ જ લડાયક મુડમાં છે. રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ સનરાઇઝે આ આઇપીએલમાં હજુ સુધી કોઇ પણ મેચ ગુમાવી નથી. પોતાની ત્રણેય મેચોમાં જીત મેળવી છે. તે જોતા આ મેચ પણ તે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. હજુ સુધીની મોટા ભાગની મેચો હાઇ સ્કોરિંગ રહી છે. ચાહકોને જોરદાર બેટિંગ તમામ ટીમો તરફથી જોવા મળી રહી છે. મોટા દિગ્ગજ ખેલાડી પોત પોતાની ટીમ માટે મોટી ઇનિગ્સ રમી ચુક્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમી રહ્યા નથી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. કિગ્સ ઇલેવનમાં ગેઇલ ફોર્મમાં આવી જતા હવે આશા વધી ગઇ છે. યુવરાજ સિંહ હજુ સુધી ધારણા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. આ ઉપરાંત સૌથી શક્તિશાળી ખેલાડી ફિન્ચ પણ હજુ સુધી ફ્લોેપ રહ્યો છે. મોહાલીમાં મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. હજુ સુધીની મેચો ખુબ દિલધડક રહી છે. કારણ કે તમામ મેચોના પરિણામ છેલ્લી આવરમાં આવ્યા છે. ગઇકાલે રમાયેલી મેચમાં પણ મેચ છેલ્લા ઓવર સુધી પહોંચી હતી. જો કે અશ્વિન અને વિલિયમસન વધારે શાનદાર દેખાવ કરીને પોતાની ટીમને સરળ જીત અપાવવા માટે તૈયાર છે. મોહાલીમાં મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે. મેદાન પરની તમામ ટિકિટો વેચાઇ ગઇ હોવાનો દાવો કરાયો છે.

Related posts

सैयद मुश्ताक अली ट्राफी में खेलेंगे कुलदीप

aapnugujarat

भारत को टी20 विश्वकप जीतना है तो धोनी की वापसी जरुरी : पनेसर

aapnugujarat

नाथन कल्टर नाइल ने दमदार बल्लेबाजी की : फिंच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1