Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ, ધર્મલોક કોમ્પલેક્ષ સામેથી ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી રણજીત ઉર્ફે કાળુજી ગોવિંદભાઇ ઉર્ફે સીલુભાઇ બારૈયા / દેવીપુજક ઉ.વ.૨૫ રહેવાસી રીંગ રોડ, ધર્મલોક કોમ્પલેક્ષ સામેથી ઝુંપડપટ્ટી વિસ્તાર ભાવનગરવાળાને નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો વજન ૦.૪૧૪ કિલો ગ્રામ તથા વજનકાંટો વિગેરે સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ જગદીશ મારૂએ ફરિયાદ આપી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ ભરતનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ રેડ દરમ્યાન ભાવનગર એફએસએલના સાયન્ટીફીક ઓફિસર આર.સી.પંડયાએ સ્થળ તપાસ કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, જગદીશ મારૂ, ઓમદેવસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યુસુફખાન પઠાણ, પ્રદિપસિંહ ગોહિલ, મહિલા હેડ કોન્સ્ટેબલ મંછાબેન પરમાર,પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ ગોહિલ, હારીતસિંહ ચૌહાણ, પાર્થ પટેલ,ડ્રાઇવર ભગીરથસિંહ રાણા તથા ભોજાભાઇ બરબસીયા જોડાયા હતાં.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

વિસાવદર નજીક વધુ એક ત્રણ વર્ષના સિંહનું મોત

aapnugujarat

વંથલી તાલુકાનાં ધંધુસર ગામમાં આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

aapnugujarat

પ્રભાસપાટણ ખાતે રિયાણાની દુકાનમાં ગેસના બાટલાનો ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1