Aapnu Gujarat
Uncategorized

વિસાવદર નજીક વધુ એક ત્રણ વર્ષના સિંહનું મોત

ગીર અભિયારણ્યમાં વનકેસરીની માઠી દશા બેઠી હોય તેમ જણાય છે. તાજેતરમાં ધારીના દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહોના મૃત્યની ઘટનામાં તપાસ ચાલુ છે ત્યારે વિસાવદર તાલુકાના કાલાવાડ ગામની સીમમાં ત્રણ વર્ષના સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા વનવિભાગની નબળી કામગીરીનો પર્દાફાશ થયો છે.
વનવિભાગ દ્વારા મૃતક સિંહનુ વેટરનરી ડોક્ટરે પોસ્ટ મોર્ટમ કર્યા બાદ અંતિમવિધિ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા ત્રણ વર્ષના આ સિંહનું મોત કુદરતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક સિંહ પણ બીમાર પડ્યો હોવાની સંભાવના છે અને ત્યારબાદ તે વનવિભાગના બિટગાર્ડની નજરમાં નહીં આવવાથી અંતે મોતને ભેટ્યો હોવાનું જણાયું છે. આ ઘટના ત્રણ દિવસ અગાઉની છે જેમાં નિલગીરી ફાર્મ નજીક સિંહનું મોત થયું હતું.
નજીકમાં વાડી માલિકને દુર્ગંધ આવતા તેણે તપાસ કરતા સિંહનો મૃતદેહ મળ્યો હતો.વાડીના માલિકે તાત્કાલિક ધોરણે વનવિભાગને આ અંગે જાણ કરી હતી. બાદમાં વનવિભાગનો સ્ટાફ એસીએફ, ડીસીએફ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. બાદમાં સાસણ સ્થિત વેટરનરી ડોક્ટર પાસે સિંહનું પીએમ કરાવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સિંહનું મોત કુદરતી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે સવાલ એ ઉભો થાય છે કે બે-ત્રણ વર્ષના સિંહનું મોત કુદરતી કેવી રીતો થઈ શકે? મોત અંગેનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. સિંહોની સ્થિતિ કૂતરા જેવી થઈ ગઈ હોવાનું માની સિંહોના ટપોટપ મોત સામે સિંહ પ્રેમીઓમાં વન વિભાગ સામે ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે.

Related posts

પાંદરીવાસીઓ કોરોના ભગાવવા માતાજીના શરણે

editor

રાવલ ડેમથી દીવ પહોંચતા પાણીની બેફામ ચોરી

editor

રાજકોટમાં લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ પોસ્ટ ઓફિસના ચોકીદારની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1