Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ પોસ્ટ ઓફિસના ચોકીદારની હત્યા કરી

રાજકોટના હરિહર ચોક નજીક આવેલ હેડ પોસ્ટઓફિસમાં ચોકીદારની હત્યા નિપજાવી લૂંટનો નિસફળ પ્રયાસની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના હરિહર ચોક નજીક આવેલ પોસ્ટઓફિસની મુખ્ય શાખામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ભરતસિંહ જાડેજા નામના આધેડ ગઈકાલે રાત્રીના સમયે પોસ્ટઓફિસ ખાતે ફરજ પર હતા. તે સમયે ચારથી પાંચ જેટલા તસ્કરો આવ્યા હતા. જેમાંથી બે તસ્કરોએ પ્રથમ પ્રવેશ કરી ચોકીદારના રૂમમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ચોકીદારની નિર્મમ હત્યા નિપજાવી હતી. ત્યારબાદ અન્ય શખ્સઑ સિલિન્ડર તેમજ ગેસકટરના સાધનો લઇ રિક્ષામાં બેસી પોસ્ટઓફિસની અંદર પ્રવેશી ટ્રેઝરી રૂમમાં તિજોરીને ગેસકટર વડે તોડવામાં આવ્યું હતું. જોકે લૂંટને અંજામ આપવામાં તસ્કરો નિસફળ નીવડ્યા હતા અને તેજુરી એટલી મજબૂત હતી કે તૂટી નહતી જેથી લાખો રૂપિયાની ચોરી થતા અટકી છે.પોસ્ટઓફિસના સિનિયર પોસ્ટ માસ્તરને ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.  પોલીસ કંટ્રોલમાં બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલોસ પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ બાદ ઘટનાસ્થળે દોડી ગયેલ જેસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ એ સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંદાજે ૫ જેટલા શકશો સીસીટીવીમાં નજરે આવે છે.પોલીસ કમિશનર કચેરી, એ ડિવિઝન પોલીસ મથક અને પ્રદ્યુમનનગર પોલીસ મથકની વચ્ચે માત્ર ૮૦૦ મીટરના એરિયામાં આવેલ પોસ્ટઓફિસની મુખ્ય કચેરીમાં ચોકીદારની હત્યા અને ચોરીના પ્રયાસની ઘટના સામે આવતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડી ગયા છે. ત્યારે આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાચા અર્થમાં રાજકોટવાસીઓ ને રક્ષણ પૂરું પાડી ચોરી , લૂંટ અને હત્યા ના બનાવને અટકાવી શકે તે ખૂબ જરૂરી છે.

Related posts

ભાવનગરમાં ફરીવાર ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર

aapnugujarat

સુરેન્દ્રનગરમાં દેશની આંતરિક સમસ્યા અને તેનો ઉકેલ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજાશે

aapnugujarat

સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં સર્વે અને માપણીની કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1