Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કુવૈતના રાજા આઠ પત્ની સાથે સારવાર માટે નોઈડા પધાર્યા

કુવૈતના રાજા શેખ શબા અલ અહમદ અમીર ગ્રેટર નોઈડા આવી પહોંચ્યા છે. તેઓ અનેક બીમારીઓથી પીડાય છે. તેમની સાથે તેમના આઠ પત્ની અને પરિવારના ૨૮ સભ્યોના પણ સમાવેશ થાય છે.
કુવૈતના રાજા જે.પી. રિસોર્ટમાં રોકાયા છે અને જે.પી. હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરાઈ છે. કુવૈતના રાજાનો પરિવાર હેસ્પિટલથી રિસોર્ટ સુધીના નવ કિલોમીટરનું અંતર હેલિકોપ્ટરમાં કાપે છે. તેમના માટે હોસ્પિટલમાં ત્રણ સૂટના ઈન્ટિરીઅરમાં ફેરફાર કરાયો છે અને શાહી દેખાવ ઉપસાવવામાં આવ્યો છે.  સોમવારે ગ્રેટર નોઈડા આવી પહોંચેલા કુવૈતના રાજા શુક્વારે પરત જનાર છે.
હોસ્પિટલની ૨૦ ડોકટરોની ટીમ કુવૈતના રાજા અને તેમના પરિવારની સારવાર કરે છે. ડોકટરોની ટીમના વડા સર્જન અને જે.પી. હેલ્થકેરના સીઈઓ મનોજ સુથરા છે. ટીમમાં સામેલ ડેન્ટલ સર્જન પ્રવીણકુમારે જણાવ્યું હતું કે કુવૈતના રાજા આગમનના એક મહિલા અગાઉ તેમના ચીફ ફિઝિશિયન ડોકટરના વડપણ હેઠળની ટીમ અત્રી આવી પહોંચી હતી. આ ટીમે દિલ્હી અને એનસીઆરની અનેક હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ હોસ્પિટલની પસંદગી કરી હતી.કુવૈતના રાજા અને તેમના પરિવાર માટે હોસ્પિટલના ચોથા માળે ત્રણ સૂટ બુક કરાયા છે. એક સૂટમાં બે રૂમ હોય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર કુવૈતના રાજાના હદયમાં સ્ટેન્ડ ગોઠવવામાં આવ્યું છે. તેઓ આ ઉપરાંત હાઈ બીપી, શુગર અને કિડનીને લગતી બીમારીઓથી પણ પીડાય છે.

Related posts

तालिबानी आतंकवादियों ने रिहा किए 40 अफगान सुरक्षाकर्मी

aapnugujarat

અમેરિકામાં વિઝા અવધિ બાદ રહેતા બધાં વિદ્યાર્થી પર તવાઈ

aapnugujarat

चीन को कोरोना के लिए बड़ी कीमत चुकानी पड़ेगी : ट्रंप

editor

Leave a Comment

UA-96247877-1