Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં વિઝા અવધિ બાદ રહેતા બધાં વિદ્યાર્થી પર તવાઈ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ વિઝાની અવધિ પૂર્ણ થવાની સ્થિતિમાં રહી ગયેલા વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરવા માટે એક ડ્રાફ્ટ પોલિસી જારી કરી છે. વિઝા સમાપ્તિ બાદ અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓ ઉપર કાર્યવાહી કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રએ પોલિસી બદલી નાંખી છે. આ નીતિ ૯મી ઓગસ્ટના દિવસથી અમલી બની જશે જેના પરિણામ સ્વરુપે ગેરકાયદેરીતે ઉપસ્થિતિની અવધિની ગણતરી પદ્ધતિમાં ફેરફારની દરખાસ્ત છે. સૂચિત નીચી હેઠળ વિદ્યાર્થીઓની ગેરકાયદે ઉપસ્થિતિની અવધિને એજ દિવસથી ગણવામાં આવશે. જે દિવસે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ પૂર્ણ થઇ જશે. આનો મતલબ એ થયો કે, જે દિવસે વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરી લેશે અને ગેરકાયદે ગતિવિધિમાં સામેલ થઇ જાય છે. અભ્યાસ અથવા તો ગ્રેસ અવધિપૂર્ણ થઇ ગયા પછી રહેવાનો ગાળો હોય છે. દાખલા તરીકે અફ-૧ વિદ્યાર્થી વિઝા વિદ્યાર્થીઓને ૬૦ દિવસનો ગ્રેસ ગાળો આપે છે જેથી આ વિદ્યાર્થીઓ આ ગાળા દરમિયાન પોતાના સ્ટેટસ અથવા તો વર્ક વિઝાને બદલી શકે અથવા તો અમેરિકા છોડીને જતાં રહે. આ પ્રસ્તાવ ખુબ જ મહત્વપૂર્ણ છે. આના પરિણામ સ્વરુપે ગેરકાયદે અવધિના આધાર પર વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ કરવા અથવા તો સ્થાયી રેસિડેન્સી મેળવવામાં તકલીફ આવી શકે છે. જે વિદ્યાર્થી ૧૮૦થી વધુ દિવસ સુધી ગેરકાયદેરીતે અમેરિકામાં રહેતા ઝડપાઈ જશે તેમને ત્રણથી ૧૦ વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાંઆવી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નવી નીતિ હેઠળ એવા વિદ્યાર્થીઓ ઉપર કાર્યવાહી થશે જેમને સ્ટેટસ મળી શક્યા નથી જે વિઝા માટે અરજી કરવા ઇચ્છુક છે અથવા તો સ્થાયી રેસિડેન્સ માટે સ્ટેટસ બદલવાની ઇચ્છા ધરાવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એક પછી એક કઠોર નિર્ણયો લાગૂ કરવામાં આવી રહ્યા છે.

Related posts

ब्राह्मणबरिया में दो ट्रेनें टकराईं, 15 की मौत

aapnugujarat

Corona Virus : वैश्विक आकड़ा 75 लाख के पार

editor

‘हमारे पास नहीं है दाऊद’ : पाक.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1