Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પેરુમાં મેડ ઈન ઈન્ડિયા, મેક ઈન અમેરિકા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કૃષ્ણ ઉર્સની પેરુમાં અમેરિકાના રાજદૂત તરીકે વરણી કરી છે. ૧૯૮૬થી સેવારત ઉર્સ અમેરિકાના વરિષ્ઠ રાજદ્વારી છે. હાલમાં તેઓ મેડ્રિડમાં અમેરિકાના રાજદ્વારી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અમેરિકી મિશનના નાયબ વડા પણ છે.અમેરિકાના વિદેશ મંત્રાલયમાં ત્રણ દાયકાની સેવાને લીધે તેમણે આર્થિક મુદ્દાઓ અગે નિપૂણતા પ્રાપ્ત કરી છે. તેમણે આ ઉપરાંત દક્ષિણ અમેરિકાના ઈન્ડિયન ક્ષેત્રમાં નીતિવિષયક અનુભવ પણ મેળવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે ઉર્સે સાત અમેરિકી દૂતાવાસ અને વોશિંગ્ટન ડીસીમાં પણ વરિષ્ઠ હોદ્દા પર તેમણે સેવા બજાવી છે.કૃષ્ણ ઉર્સે ટેકસાસ યુનિવર્સિટીમાંથી એમએસ કર્યું છે અને જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી બીએસની ડિગ્રી મેળવી છે. તેઓ હિન્દી અને તેલુગુ ઉપરાંત સ્પેનિશ ભાષા પણ બોલે છે. અગાઉ નિક્કી હેલીને અમેરિકાના રાજદૂત તરીકે પસંદ કરાયા હતાં. અમેરિકી વહીવટીતંત્રમાં કેબિનેટ સ્તરના હોદ્દા પર નિયુક્ત થનાર નિક્કી હેલી પ્રથમ ભારતીય અમેરિકી છે.

Related posts

हिलेरी क्लिंटन पर 350 करोड़ रु का मानहानि केस दर्ज

aapnugujarat

અમેરિકા-ફર્સ્ટ અને મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન વચ્ચે કોઈ જ હરિફાઈ નથી : ઈવાન્કા ટ્રમ્પ

aapnugujarat

एयरस्पेस बंद करने से पाक. को हुआ 8 अरब रुपये से अधिक का नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1