Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાની શાળાઓમાં કટ્ટરવાદ, બાઈબલ ફરજિયાત

અમેરિકાના કેન્ટકી રાજ્યની શાળાઓમાં બાઈબલનું શિક્ષણ ફરજિયાત બનાવતો કાયદો ઘડવામાં આવ્યો છે.
સરકારી અનુદાન મેળવતી શાળાઓના વિદ્યાર્થીઓને બાઈબલનું શિક્ષણ આપવાનું રહેશે. આ નિર્ણય બદલ કેન્ટકીના ગવર્નર મેટ બોવિનની ભારે ટીકા થઈ છે. ટીકાકારો સરકારના વહીવટીતંત્ર અને ચર્ચને એકબીજાથી અલગ રાખવાની બંધારણીય જોગવાઈનો ઉલ્લેખ કરી રહ્યા છે. રાજ્યના પ્રતિનિધિ ડો.જે. જોનસને આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે અમારા દેશનો પાયો નાખનારા અમારા પૂર્વજોએ બંધારણ લખ્યું છે, સ્વતંત્રતા માટે ઘોષણાપત્ર તૈયાર કર્યો છે અને નાગરિક અધિકારો નક્કી કર્યા છે. આ બધાનો પાયો બાઈબલમાં છે. બેવિને વધુમાં જણાવ્યું હતું કે તમે નાસ્તિક હોઈ શકો છો, આમછંતા તમે સ્વીકાર કરશો કે બાઈબલમાં આ માહિતીનો ઉલ્લેખ કરાયો છે. જોકે દરેક સ્થાનિક સ્કૂલ બોર્ડને બાઈબલના વર્ગ ચલાવવાનો વિકલ્પ પસંદ કરવાનો અથવા ન કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.

Related posts

શંકાસ્પદ બેગ મળી આવતા માન્ચેસ્ટર એરપોર્ટ ખાલી કરાવાયું

aapnugujarat

मैक्सिको के नायारित में बस पलटने से 15 लोगों की मौत

aapnugujarat

नवाज शरीफ की हालत गंभीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1