Aapnu Gujarat
Uncategorized

ભાવનગર જિલ્લામાં ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર જિલ્લામાં આજરોજ ૨૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૪૧૧ થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે જ્યારે તાલુકાઓમાં ઘોઘા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૧ અને તાલુકાઓના ૨૦ એમ કુલ ૫૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૪૧૧ કેસ પૈકી હાલ ૩૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ ૩,૯૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓનું અવસાન થયેલ છે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

सोमनाथ मंदिर में राहुल गांधी ने गैर हिंदु के रुप में नाम दर्ज करवाया

aapnugujarat

સુરેન્દ્રનગરમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

ભાવનગર ફોર લેન હાઇ-વે વિવાદમાં, ખેડૂતોને નોટિસ અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1