Aapnu Gujarat
Uncategorized

ભાવનગર ફોર લેન હાઇ-વે વિવાદમાં, ખેડૂતોને નોટિસ અપાઈ

સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ફોર લેન હાઈ-વે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. દેવલી ગામમાં ૩ કિમી સુધી સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદ થતાં નેશનલ હાઈ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ ઈશ્યુ કરી છે. સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ફોર લેન હાઈ-વે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. દેવલી ગામમાં ૩ કિમી સુધી સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદ થતાં નેશનલ હાઈ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ ઈશ્યુ કરી છે. જમીન સંપાદન કરાયા બાદ ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં પરત કરવા જણાવ્યું છે.
ખેડૂતોને આ રૂપિયા ૧૨ ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા નોટિસ આપી છે. આમ સોમનાથ-ભાવનગર વચ્ચેના ફોર ટ્રેક હાઇ-વેની કામગીરી ફરી વિવાદના કારણે રોકી દેવામાં આવી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદના કારણે કામગીરી એકવાર વિવાદમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ ફોર ટ્રેક હાઈ-વેની કામગીરી હાઈ-વે ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી જમીન સંપાદનને લઇને ખેડૂતો અને હાઈ-વે ઓથોરિટી વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં નેશનલ હાઇ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ પાઠવી છે. જેમાં જણાવાયું છે કે જમીન સંપાદન કરાયા બાદ ચૂકવાયેલા નાણા એક મહિનામાં પરત કરવા જણાવવામાં આવ્યું છે.

Related posts

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા ઝડપાયા

editor

સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

editor

ખનીજ ચોરી કેસ : ભગવાન બારડનું સસ્પેન્શન યથાવત્‌, હાઇકોર્ટે રિટ અરજી ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1