Aapnu Gujarat
રમતગમત

વોર્નર અને રસેલ સામે બૉલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશે : ભુવનેશ્વર

ભારતીય ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે વર્લ્ડકપ પહેલા ખાસ નિવેદન આપ્યુ છે. ભુવીએ આઇપીએલના પ્રદર્શનને લઇને કહ્યું કે વર્લ્ડકપમાં ડેવિડ વોર્નર અને આંદ્રે રસેલ વર્લ્ડકપમાં ખતરનાક સાબિત થઇ શકે છે.
મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં ભુવનેશ્વર કુમારને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમની નજરમાં કયા બેટ્‌સમેન સામે બૉલિંગ કરવી અઘરી છે. કયા બેટ્‌સમેન છે ખતરનાક? આ વાતના જવાબ આપતા ભુવીએ કહ્યું કે, એક સનરાઇઝર્સના સાથી ખેલાડી વોર્નર અને બીજો નાઇટરાઇડર્સનો બેટ્‌સમન રસેલ.
ભુવીએ કહ્યું કે, આઇપીએલની આ સિઝન બન્ને બેટ્‌સમેનો માટે ખાસ રહી, વોર્નર અને આંદ્રે રસેલે વિપક્ષી ટીમોના બૉલર્સની ધજ્જીયા ઉડાવી દીધી. બન્ને સામે બૉલિંગ કરવી દરેક બૉલર માટે મુશ્કેલીભરી બની હતી. ભુવનેશ્વર કુમારે કહ્યું કે આ ઓસ્ટ્રેલિયાના વોર્નર અને વેસ્ટ ઇન્ડિઝના રસેલ સામે બૉલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશે.

Related posts

કોરોના વાયરસને કારણે યુરો ટી -20 સ્લેમ ક્રિકેટ ટૂર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી છે

editor

કંગનાએ બંગાળમાં તોફાનો ભડકાવ્યાની ફરિયાદ

editor

टेस्ट चैम्पियनशिप : तीन साल के लिए टेस्ट सीरीज के शेड्यूल का एलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1