Aapnu Gujarat
રમતગમત

કંગનાએ બંગાળમાં તોફાનો ભડકાવ્યાની ફરિયાદ

ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના મામલે એક પછી એક નિવેદનો આપનાર એક્ટ્રેસ કંગના હવે મમતા બેનરજીની સરકાર બન્યા બાદ ટીએમસીના નિશાન પર આવી છે.
કંગના સામે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા ઋજુ દત્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંગના પર રાજ્યમાં તોફાનો ભડકાવવાનો આરોપ મુકાયો છે. ટીએમસીના નેતાએ કહ્યુ છે કે, કંગનાએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નેતાએ પોલિસ ફરિયાદની સાથે સાથે કંગનાએ બંગાળ હિંસા પર કરેલા એક પછી એક ટિ્‌વટના સ્ક્રીન શોટ પણ પોલીસ સાથે શેર કર્યા છે. આમ પોલીસ ફરિયાદ બાદ કંગનાની મુશ્કેલીઓ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કંગનાનુ ટિ્‌વટર એકાઉન્ટ પણ ટિ્‌વટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે. બંગાળમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવીને થઈ રહેલી હિંસા બાબતે કંગનાએ કહ્યુ હતુ કે, ભાજપે આસામ અને પોંડીચેરીમાં જીત મેળવી છે. પણ ત્યાંથી હિંસાની કોઈ ખબર નથી આવી. ટીએમસીના ચૂંટણી જીતવાની સાથે જ લોકો મરવા માંડયા છે. પણ તોય એવુ કહેવાશે કે મોદીજી તાનાશાહ છે અને મમતા સેક્યુલર નેતા છે.
કંગનાએ પોતાના એક ટિ્‌વટમાં મમતા બેનરજીની સરખામણી તાડકા સાથે પણ કરી હતી.

Related posts

દિયોદરની રૈયા એસ.આર.મહેતા વિદ્યાલય ખાતે ખેલમહાકુંભ અંતગર્ત કાર્યક્રમ યોજાયો

aapnugujarat

आईसीसी टी20 रैंकिंग : राहुल दूसरे स्थान पर पहुंचे

editor

રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ૫-૧૦ વર્ષ લાંબો હોઇ શકે છે !

editor

Leave a Comment

UA-96247877-1