Aapnu Gujarat
મનોરંજન

ઇમરાન હાશ્મીને કારણે ઐશ્વર્યા રાય સસરા સાથે બાખડી

અમિતાભની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને ઇમરાન હાશ્મી વચ્ચે વર્ષોથી કોલ્ડ વોર ચાલી રહી છે. આ સંજોગોમાં અમિતાભે હવે ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ કરવાનું નક્કી કર્યું હોવાના કારણે ઐશ્વર્યા બહુ અપસેટ છે અને ચર્ચા પ્રમાણે આ કારણે તેની અમિતાભ સાથે બોલાચાલી પણ થઈ છે.
હકીકતમાં વર્ષો પહેલાં કરણ જોહરે તેના પોપ્યુલર ટીવી ચેટ શોમાં ઇમરાન હાશ્મી અને મહેશ ભટ્ટને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોમાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે પ્લાસ્ટિક સ્માઇલનો ઓપ્શન પુછ્યો ત્યારે ઇમરાન હાશ્મીએ તરત ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લઈ લીધું હતું. તેની આ કમેન્ટની મીડિયામાં પણ ભારે ચર્ચા થઈ હતી. આ પછી ઐશ્વર્યાએ પોતાના દુશ્મનોની યાદીમાં ઇમરાનનો સમાવેશ કરી દીધો છે.
ઇમરાન હાશ્મીએ આ કમેન્ટ પછી માફી પણ માગી હતી પણ હજી સુધી એનો કોઈ ફાયદો થયો હોય એમ લાગતું નથી. ઐશ્વર્યાના દિલમાં હજી પણ બદલાની આગ સળગી રહી છે જેના કારણે હાલમાં તેણે આ મામલે ટોણો માર્યો છે.

Related posts

કરીના ‘દબંગ- ૩’માં આઇટમ સોંગ નહીં કરે

aapnugujarat

વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડીને આજે પણ પસ્તાઈ રહી છે અમીષા પટેલ

aapnugujarat

રણવીરસિંહની ગુલ્લી બોય ૨૦૧૯માં રજૂ થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1