Aapnu Gujarat
Uncategorized

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા ઝડપાયા

રાજુલા શહેરમાં આજરોજ માર્કેટીંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા મળી આવતા મામલતદાર અને કલેક્ટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘઉં ચોખાનો મુદ્દામાલ કબજે કરી સીલ કરવામાં આવ્યાં હતાં. આ બાબતે રાજુલા મામલતદાર કિશોર ગઢીયા જણાવ્યું હતું કે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આવેલી સુરેશ તારપરાની દુકાનમાં તેમજ તેના ગોડાઉનમાંથી ૨૭૮ કટ્ટા ઘઉં તેમજ ૧૭૦ કટ્ટા ચોખા મળી આવ્યાં હતાં જ્યારે અન્ય એક વેપારી હુસેનભાઇ નામના સાગરીતના ગોડાઉનમાંથી ૫૦૦ કટ્ટા ઘઉં મળી આવ્યાં હતાં જેને કબજે કરી સાથે એક આઇસર ગાડી જે ભરાતી હતી તે આઇસર ગાડીને પણ કબજે કરવામાં આવી છે. આરએસટીનો માલ આ વેપારીએ લીધેલો હોવાનું જાણવા મળતા તેનું નિવેદન લઈ પંચ રોજકામ કરી તમામ ઘઉં ચોખાના કટ્ટા હાલ સીલ કરવામાં આવ્યાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગરીબોનું અનાજ ગરીબ લોકો સુધી પહોંચતું નથી અને માર્કેટિંગ યાર્ડમાં આ જથ્થો કઈ રીતે આવ્યો આમાં ક્યારેક ધારકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર નીકળે તેમ છે. હાલમાં મામલતદાર તેમજ પ્રાંત કલેકટર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઘઉં ચોખાના જથ્થાને ગોડાઉનમાંથી ડિલિવરી થયા બાદ રેશનિંગની દુકાન સુધી પહોંચાડવાનો હોય છે તો પછી તો પછી આવડો મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચ્યો કેમ તે પણ મોટો પ્રશ્ન છે ? શું આ કેટલા સમયથી ચાલતું હશે તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી બન્યું છે ત્યારે હાલમાં વેસ્ટિજ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીએ ખરીદી લેતા કેટલા ગરીબ માણસોને અનાજ નથી મળતું હોય તેવો પણ એક મોટો વેધક સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે હવે મામલતદાર આ બાબતે કેટલીક કડક કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું અને ઉચ્ચ સ્તરેથી પગલાં ભરે તે પણ.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મનિષ સિસોદિયાએ ભાવનગરમાં સ્કૂલની લીધી મુલાકાત

aapnugujarat

હિન્દુ યુવા સંગઠન – વેરાવળ (ગીર સોમનાથ) દ્વારા ચીનનો વિરોધ

editor

સોમનાથ : ૨૩મી ફેબ્રુઆરીથી જયોતિર્લિંગનો ભવ્ય સમારોહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1