Aapnu Gujarat
Uncategorized

દેવરાજ ગોહિલે પાન ખેતરા ગામ સામુહિક હત્યાકાંડની સીબીઆઈ તપાસની કરી માંગ

રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા પ્રમુખ દેવરાજ એસ ગોહિલ માંગરોળ તાલુકાના પાન ખેતરા ગામે તારીખ :- તા. ૦૧-૧૧-૨૦૧૭ના રોજ દેવરાજભાઈ એસ ગોહિલના પરિવારને અમુક શખ્સો દ્વારા દ્વારા સામૂહિક હત્યાકાંડને અંજામ આપ્યો હતો જેમાં તેમના ધર્મ પત્ની અને અને ત્રણ બાળકોની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી તેને લઈને અનેક રજૂઆતો અને અનેક ફરિયાદો કરી છે ત્યારે આજે દેવરાજભાઈ ગોહિલ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. સીબીઆઈ તપાસ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ કરવાની ચિમકી પણ દેવરાજભાઈએ ઉચ્ચારી છે.
ઘટના શું છે તે વિસ્તારથી જાણીએ
દેવરાજભાઈ બી ગોહિલ શું કહે છે, આવો જાણીએ
માંગરોળ તાલુકાના પાન ખેતરા ગામની ઘટના છે ત્યાં વાડી વિસ્તારમાં ઘરમાં રહેતા આનંદ સિક્યુરિટીની નોકરી કરતા દેવરાજભાઈ એસ. ગોહિલ તેમના પત્ની અને ત્રણ બાળકો પાન ખેતરા ગામે રહેતા અને તેમનું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું ત્યારે એક ઘટના બની તારીખ તા. ૦૧-૧૧-૨૦૧૭ સામૂહિક હત્યાકાંડ થયો તેમાં તેમના પત્ની અને તેમના બાળકોની હત્યા કરવામાં આવી હતી. આ સામૂહિક હત્યાકાંડમાં મુખ્ય સૂત્રધારો છટકી જાય અન્ય એક પાગલ વ્યક્તિને મોટી લાલચ આપીને સંડોવી દીધેલ અને આખા પ્રકરણમાં રસ ધરાવતા ઈસમો અને રાજકીય મોટી વગ ધરાવતા ઇસમોને છોડી મુકવામાં આવ્યા હતાં. ખૂબ પૈસાદાર હોવાને કારણે પોલીસ સાથે મીલીભગત કરીને અસલ ગુનેગારો છોડી મૂકવામાં આવ્યા, દેવરાજ ગોહિલની હકીકતની ખબર પડતા ન્યાયાધીશની પીડાતા હોય અમો એક સ્વતંત્ર ભારત દેશના નાગરિક રૂપે ન્યાય મેળવવા માટે હકદાર હોય એટલા માટે અમો હત્યાકાંડની તપાસ કરાવી અસલી ગુનેગારોને ખુલ્લા પાડવા માટે અમોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો વારંવાર કરતા તેમના વિરુદ્ધ તેને લઈને અમને વારંવાર જાનથી મારવાની ધમકી અમારા પર ખોટી ફરિયાદો કરવામાં આવી છે તેને લઈને આજે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા પ્રમુખ દેવરાજ ગોહિલ મારા પરિવારની સામૂહિક હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ભાવનગરમાં ‘ગાંધી સ્મૃતિ’ની દુર્દશા

editor

ભાવનગર રેલવે મંડળમાં ક્લીન પ્રસાધન દિવસની ઉજવણી

editor

વિવિધ માંગને લઈ કેમિસ્ટોની આજે દેશભરમાં હડતાળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1