Aapnu Gujarat
ગુજરાત

હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા લવ જેહાદને લઈ કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું

હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા દ્વારા આજરોજ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એક સપ્તાહ અગાઉ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ કલ્યાણપુર ગામમાં લવ જેહાદની ઘટના બની હતી જે ઘટનાને લઇ એક સપ્તાહ ઉપરનો સમય વિતી ગયો હોવા છતાં હિન્દુ સમાજને ન્યાય નહીં મળતા પાટીદાર સમાજ તેમજ હિન્દુ સમામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં લઘુમતી કોમનો યુવક કડી તાલુકાના કલ્યાણપુર ગામની પટેલ સમાજની દીકરીને ભગાડી લઇ ગયેલ છે જે મામલે છેલ્લા એક સપ્તાહથી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમજ લવ જેહાદને અંજામ આપનાર યુવકના પિતા પોલીસ ખાતામાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય પોલીસ પણ આંખ મિચામણા કરી રહી છે. હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા દ્વારા પોલીસ તંત્ર અને સરકારને ૪૮ કલાકમાં દીકરીને પરત લાવવા માટે ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદ કડી તાલુકામાં અશાંતિનો માહોલ સર્જાય તો તમામ જવાબદારી પોલીસ તંત્રને સરકારની રહેશે તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા દ્વારા એક બીજું પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપર હિન્દુ સમાજના દેવી-દેવતાઓના નામ અને ફોટોગ્રાફ્સ હોય છે જે ચીજ વસ્તુઓનો વપરાશ પૂરો કર્યા બાદ તેના પેકિંગ અને બોક્સ રસ્તે રઝળતા જોવા મળે છે જેના કારણે આવી ઘટનાને લઇ હિન્દુ સમાજમાં અપવિત્રતા જોવા મળે છે અને હિન્દુ સમાજની લાગણી દુભાય છે જેને લઇ તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજના દેવી દેવતાના નામ અને ફોટોગ્રાફ્સ સાથેની પ્રોડક્ટકર્તાઓ ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા દ્વારા લેખિત રજૂઆત સાથે માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠનના ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગૃવેન્દ્ર સિંહ કુંપાવત, જીલ્લા પ્રમુખ સર્વિન પટેલ, કનુ દેસાઇ, પ્રતિક પટેલ, મિતુલ વ્યાસ, કેતન શ્રીમાળી તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠાના તમામ કાર્યકરો જોડાયા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

रामदेवनगर क्षेत्र की लाइन में लीकेज होने से हजारों लीटर पानी बरबाद हो गया

aapnugujarat

‘આયુષ્યમાન ભારત’ના અમલીકરણમાં ગુજરાત મોખરે, ૨.૫ કરોડ લાભાર્થીને બાયોમેટ્રિક કાર્ડ

aapnugujarat

કેરીની બજારમાં એન્ટ્રી થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1