Aapnu Gujarat
ગુજરાત

કેરીની બજારમાં એન્ટ્રી થઇ

તીવ્ર ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ફળોના રાજા ગણાતા કેરીની બજારમાં એન્ટ્રી હવે થઇ ચુકી છે. અમદાવાદ શહેરમાં આવનાર દિવસોમાં બજાર કેરીઓથી ભરાઈ જશે. કેરીને ફળોના રાજા તરીકે ગણવામાં આવે છે તે બાબતથી તમામ લોકો વાકેફ છે પરંતુ કેરી અન્ય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. તાજેતરમાં જ એક અભ્યાસ અને સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઉનાળામાં વજન ઘટાડવાની બાબત ઉપયોગી રહે છે અને આમા કેરી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવી અને તાજી કેરી ખાવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. આ ફ્રૂટમાં પોષક તત્ત્વો અને ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કેરીમાં અન્ય ઉપયોગી ઘટક તત્વો પણ ભરપૂર હોય છે જેમાં બેટા કેરોટીનનો પણ સમાવેશ થાય છે. બેટા કેરોટીન ઉપલબ્ધ કરાવનાર ફૂટમાં કેરી સૌથી આગળ છે. જો કે આમા અન્ય પોષક તત્વો પણ ભરપૂર હોય છે. કેરોલીનને ઘટાડવાના હેતુથી કેરી ખૂબ જ ઉપયોગી પસંદગી છે. કેન્સરના ચોક્કસ સ્વરૂપને ઘટાડવામાં પણ બેટા કેરોટીનની ભૂમિકા છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવા ગરમીની સિઝનમાં કેરીનો ઉપયોગ કરી શકાય છે. એક ફ્રૂટ શરીરમાં વિટામીન સીના એક દિવસના પૂરવઠાને ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે. આનો મતલબ એ થયો કે એક ફ્રૂટ દિવસભરની વિટામીન સીની જરૂરિયાત પૂરી કરે છે. ઉપરાંત તે હાડકાઓને મજબૂત બનાવે છે. કારણ કે તેમાં મિનરલ, કેલ્સિયમ, મેગ્નેશિયમ અને બી વિટામીન પણ હોય છે. તેમાં કેરેટેનોઈડ પણ હોય છે જેને લેકોપેન પણ કહેવામાં આવે છે જે અસરકારક એન્ટી ઓક્સીડન્ટ છે. વજન ઘટાડવા કેરી મહત્વની ભજવી શકે છે. જો કે તબીબોની સલાહ મુજબ ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ. કેરી સ્કીનને વધુ ચમકદાર અને સોફ્ટ બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે. કેરીની તમામ ફ્રુટ કરતા વધારે બોલબાલા રહે છે. તમામ રાજ્યોમાં રહેતા લોકો ગરમીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. કેટલાક કેરીના શોખીન લોકો તો દરરોજ કેરી ખાવાના શોખીન હોય છે. વઘતી ગરમી વચ્ચે તેના મહત્વને સમજી શકાય છે. ગુજરાત કેરી માટે વિશ્વમાં લોકપ્રિય છે. ગુજરાતમાંથી દેશના જુદા જુદા રાજ્યોમાં મોટા પાયે કેરી પહોંચે છે. વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. વિદેશમાં પણ ખાસ માંગ છે.

Related posts

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

editor

કોંગ્રેસની વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ

aapnugujarat

एसवीपी अस्पताल की पीओपी की छत टूट गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1