Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

પાવીજેતપુર નગરમાં બસ સ્ટેન્ડ થી હાઇસ્કુલ સુધીના રસ્તાની કામગીરી ખૂબ જ ધીમીગતિએ થતા નગરના રહીશો, વેપારીઓ હેરાન-પરેશાન થઇ જવા પામ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર બસ સ્ટેન્ડથી હાઇસ્કુલનો નવો રસ્તો મંજૂર થયો હોય જે રસ્તાની કામગીરી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી છે પરંતુ ધીમી ગતિએ રસ્તાની કામગીરી ચાલતા ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે ઠેર ઠેર કાદવ કીચડ થઇ જવા પામ્યું છે.
પાવીજેતપુર નગરમાં કયા રસ્તા થી પ્રવેશ કરવો અને કયા રસ્તાથી બહાર નીકળ્યું એ જ સમજ પડતી નથી. સ્વાભાવિક રીતે જ નવીન રસ્તો બનતો હોય ત્યારે પાણીની પાઇપલાઇનોનું પૂર્વ આયોજન કરવું પડતું હોય છે તે પ્રમાણે સિમેન્ટની પાઈપ લાઇન વાળું કનેક્શન તંત્ર દ્વારા કટ કરી પીવીસી પાઇપ વાળી લાઇન ચાલુ કરવામાં આવી રહી છે. જેનાથી ઠેરઠેર પાઇપલાઇન લીકેજ થતા પાણીના તળાવો ભરાયેલા જોવા મળી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન વાળા પોતાની ગાડી પાવીજેતપુર નગરમાં લાવવા તૈયાર નથી પાવીજેતપુર નગરમાં ખત્રી ફળિયા ની પાછળ આવેલ ગરનાળા વાળા રસ્તા થી અંદર આવી શકાય છે તેમજ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફાટક ઉપર થી નગરમાં પ્રવેશ કરી શકાય છે. પરંતુ જો તીનબત્તી ઉપર જવું હોય તો જનતાને ટાઢિયો તાવ આવી જાય છે.
છેલ્લા કેટલાક સમયથી કોરોનાવાયરસ ના કારણે લોકડાઉન થવાથી ધંધા-રોજગાર પડી ભાગ્યા હતા. હવે લોક ડાઉન ખોલી દેવામાં આવ્યું છે તે સમયે પાવીજેતપુર નગરમાં ઠેરઠેર રસ્તાની કામગીરીના નામે ખાડા ખોદી નાખવામાં આવતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પાવીજેતપુરના હાર્દ સમાન વિસ્તાર તીનબત્તી ઉપર તો રસ્તો જ જોવા મળતો નથી કાદવ, કીચડ સિવાય કશુજ દેખાતું નથી. લોકોની ગાડીઓ ફસાઇ જવી, લોકો ના પગ ફસાઇ જવા, કપડાં ખરાબ થવા આવા અનેક બનાવો રોજેરોજ બન્યા કરે છે.જેથી લોકો તીનબત્તી ઉપર જવાનું ટાળે છે. તેમજ બેડા ફળીયા તરફ જવાના રસ્તા ઉપર પણ પાઇપલાઇનનોની કામગીરી અધુરી છોડી દેતા ખાડા,કાદવ,કીચડ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા વધુ માણસો લગાવી યુદ્ધના ધોરણે કામગીરી કરી જનતાને કાદવ-કીચડમાંથી મુક્તિ અપાવી રાહત અપાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.“પાવીજેતપુરના હાર્દ સમાન વિસ્તાર તીનબત્તી ઉપર રસ્તાની કામગીરી ધીમીગતિએ ચાલતા કાદવ કીચડનો અડ્ડો થઈ ગયો છે જે તસવીરમાં નજરે પડે છે જેનાથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે.તેમજ તીનબત્તી નજીક પાઇપ ની ટ્રક કીચડ માં ફસાઇ ગયેલ નજરે પડે છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

વાવ બેઠક ઉપરથી સભા સંબોધ્યાબાદ શંકર ચૌધરીએ ભર્યું ઉમેદવારી ફોર્મ

aapnugujarat

સુરતમાં ભાજપના ઉમેદવારને ખેસ ખિસ્સામાં નાખીને ભાગવું પડ્યું

aapnugujarat

म्युनिसिपल द्वारा घोषित किए गए हीट एक्शन प्लान का ७५ प्रतिशत कार्य सिर्फ कागज पर रहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1