Aapnu Gujarat
ગુજરાત

વાવ બેઠક ઉપરથી સભા સંબોધ્યાબાદ શંકર ચૌધરીએ ભર્યું ઉમેદવારી ફોર્મ

બનાસકાંઠાની મહત્વની ગણાતી વાવ બેઠક પરથી આજે મંત્રી શંકર ચૌધરીએ પોતાની ઉમેદવારી પત્ર સૂઇગામ ચૂંટણી અધિકારીને રજૂ કર્યુ હતું. જેમા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.ભાજપ મંત્રી શંકર ચૌધરીએ આજે પોતાનુ ફોર્મ ભરતા પહેલા વાવ ખાતે વિશાળ સભાને સંબોધી હતી. હજારોની જન મેદનીને કમળ ખીલવવા અપીલ કરી હતી. આ ચૂંટણી શંકરભાઈ નહી પણ અહી વાવના લોકો લડી રહ્યા હોવાનું તેમને જણાવી જિલ્લામાં ભાજપને સાર્વત્રિક આવકાર મળી રહ્યાંનો આશાવાદ સેવ્યો હતો.આ પ્રસંગે ખાસ કૃષિ મંત્રી પુરૂસોતમભાઈ રૂપાલા હાજર રહ્યા હતા. જેમને મંત્રી શંકરભાઈના ગુણગાન ગાવામા કોઈ કચાસ છોડી ન હતી એટલુ જ નહી સાંસદ રૂપાલાએ શંકર ચૌધરીને શિવ સાથે સરખાવ્યા હતા. તેમને વધુમા જણાવેલ કે ” શંકર ચૌધરી વાવ અને સરહદી પક્ષમા શિવ સ્વરૂપ છે કેમકે ભાજપ કુળના સંસ્કારો સિહ સ્વરૂપ છે નર્મદા યોજનાની દશ વર્ષ સુધી મંજૂરી કોંગ્રેસેના આપી પાપ કર્યુ હોવાનું રૂપાલાએ જણાવી કહેલું કે મનમોહન સિંઘનું જુઠ્ઠાણું છે કે નરેન્દ્ર મોદી તેમને નથી મળ્યા હું મનમોહન સિંઘને સવાલ કરું છું કે નર્મદા માટે અમે ગુજરાતના ડેલીગેસન સાથે મળ્યા હતા મનમોહન અને કોંગ્રેસની રાજનીતિ જુઠ્ઠી છે.

Related posts

ગુજરાતમાં હથિયારો વેચવા મામલે વધુ ત્રણ લોકોની જમ્મુથી ધરપકડ

aapnugujarat

ડુંગળી અને બટેટાની કિંમત વધારો

editor

पाटीदार आरक्षण आंदोलन : राजद्रोह के केस में अल्पेश कथीरिया को हाईकोर्ट ने जमानत दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1