Aapnu Gujarat
ગુજરાત

ડુંગળી અને બટેટાની કિંમત વધારો

હાલમાં પૂરતો માલ આવતો નથી. જેના કારણે કેટલોક સ્ટોક કરી રાખવામાં આવે છે. જેની અસર ભાવને થાય છે. તહેવારની સીઝનમાં શાકભાજીના ભાવ વધ્યા છે. ડુંગળી અને ટામેટાના સતત વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળી, ટમેટા, કોબી, દુધી, પરવલ, ભીંડી, રિંગણ વગેરે જેવા શાક મોંઘા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અન્ય રાજ્યમાં સતત વરસાદને કારણે ડુંગળી અને ટમેટાનો કેટલોક સ્ટોક બગડી ગયો હતો. આ ઉપરાંત ફ્રુટના ભાવમાં પણ સીધો વધારો થયો છે. શાકભાજીનો નવો સ્ટોક આવતા હજુ એકાદ મહિનો લાગશે એવું શાકભાજીના વેપારીઓ કહે છે. શાકભાજીના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના આર્થિક બજેટને મોટી અસર થઈ છે. વેપારીઓ કહે છે કે, એક સમયે ઘણા પરિવારો અઠવાડિયાનું શાક એકસાથે લઈ જતા હતા. પણ હમણા ભાવ વધારો થવાને કારણે માત્ર ત્રણથી ચાર દિવસ ચાલે એટલું શાક લઈ જાય છે. આવી જ સ્થિતિ રહી તો તહેવારમાં હોટેલમાં જમવું કોઈને પોસાશે નહીં. કારણ કે, હોટેલવાળા મોટા જથ્થામાં શાકભાજીનો ઉપાડ કરે છે. ખાસ કરીને ડુંગળી અને ટમેટાનો સ્ટોક કરાતો હોવાથી એમાં ભાવ વધારાથી સૌને એક માઠી અસર થઈ છે. એટલે બની શકે છે કે, દિવાળી પહેલા હોટેલવાળા સબ્જીઓના ભાવમાં સીધો વધારો કરી શકે. રાજકોટમાંથી શાકભાજીના સ્થાનિક વેપારીઓ કહે છે કે, પેટ્રોલ ડીઝલની એક અસર જાેવા મળી છે. કારણ કે, ડુંગળી અને ટમેટાના ટ્રક બહારના રાજ્યમાંથી આવે છે. એટલે ટ્રાંસપોર્ટના ભાવ વધતા હજું ભાવ વધવાના એંઘાણ છે. બીજી તરફ કેટલીક સબ્જી એવી હોય છે જે માર્કેટ સુધી આવતા પહેલા વ્યવસ્થિત કરવી પડે. ખાસ કરીને ફળફળાદીમાં આ વાત અસર કરે છે.પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવ વધારો થયા બાદ ખાદ્ય તેલના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. હવે શાકભાજીના ભાવમાં વધારો થતા મોંઘવારીને કારણે મધ્યમવર્ગના સિસકારા બોલી ગયા છે. શાકભાજીથી લઈને કઠોડ સુધીના ભાવમાં કોઈ પ્રકારની રાહત જાેવા મળી નથી. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં આવેલી જ્યુબેલી શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં કોઈ ફેર પડ્યો નથી. માર્કેટમાં ચીજ વસ્તુઓના ભાવમાં કોઈ પ્રકારનો ઘટાડો જાેવા મળ્યો નથી. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર શાકભાજી પર દેખાઈ રહી છે. ટમેટાના ભાવ રૂ.૬૦થી ૭૦ પ્રતિ કિલો રહ્યા છે. જ્યારે ફ્લાવરનો ભાવ રૂ.૯૦થી ૧૦૦ પ્રતિ કિલોનો રહ્યો છે. રીંગણ રૂ.૮૦થી ૯૦ના ભાવે મળે છે. જ્યારે ગવાર રૂ.૧૨૦ લેખે મળી રહ્યો છે. જ્યારે ભીંડાની કિંમતમાં રૂ.૭૦થી ૮૦નો સીધો ભાવ વધારો છે. શાકભાજીના વેપારી કહે છે કે,વરસાદને કારણે આ ભાવ વધારો થયો છે. દરેક શાકના ભાવમાં રૂ.૧૦થી ૨૦નો સીધો ભાવ વધારો છે. માર્કેટમાં શાકભાજીનો સ્ટોક મર્યાદિત છે. એની સામે માંગ વધારે છે.

Related posts

ગુજરાતને ગ્રીન ગુજરાત બનાવવા તૈયારી

aapnugujarat

ખેડૂતને આજથી ઉનાળુ ખેતી માટે સિંચાઇ પાણી નહીં મળે

aapnugujarat

રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું જૂનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1