Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું જૂનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ

ગુજરાતમાં વધુ એક પેપર લીક થતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ સહિત ગુજરાત એટીએસે પણ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો. ગુજરાત છ્‌જીએ વડોદરાની સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના ડિરેક્ટર ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધિ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપીઓએ રાત્રે જ પેપર ફોડી દીધું હતું. જુનિયર ક્લાર્કનું આ પેપર તેલાંગાણાથી કેવી રીતે લાવવામાં આવ્યું તે મામલે અનેક રાજ્યોમાં એટીએસે તપાસ પણ હાથ ધરી છે. એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલું દંપતિ મૂળ બિહારનું છે અને ગુજરાતમાં પેપર ફોડીને લાખો ઉમેદવારોનું ભાવિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું અને ત્યાંથી વડોદરા લાવવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા એવી વિગતો પણ જાણવા મળી છે કે, આરોપીઓ દસ લાખ રુપિયામાં પેપરનો સોદો કરતા હતા.
ગુજરાત એટીએસે જુનિયર ક્લાર્કનું પેપર ફોડનારા આરોપી દંપતી ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી ભાસ્કર વડોદરામાં આવેલી સ્ટેક વાઈઝ ટેક્નોલોજીનો ડિરેક્ટર છે. ત્યારે ગુજરાત એટીએસે મોડી રાત્રે ક્લાસિસ પર ઓપરેશન હાથ ધર્યુ હતુ. આમ તો ગુજરાત બહારથી પેપર લીક થયુ હોવાથી ગુજરાત એટીએસે બિહાર, ઓડિશા અને તેલાંગાણા સહિતના રાજ્યોમાં તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. આ સિવાય વડોદરામાંથી એટીએસે કેતન બારોટ, શેખર સહિત ૧૫ જેટલાં આરોપીઓની ધરપકડ કરી હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. વડોદરાના પ્રમુખ કોમ્પલેક્સમાં આવેલા સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામના ક્લાસિસ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કોચિંગ સેન્ટર પરથી અનેક પરીક્ષાર્થીઓનાં આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે. કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. આ સિવાય કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નોપત્ર પણ મળ્યા છે. સંસ્થાનો ડિરેક્ટર ભાસ્કર ચૌધરી છેલ્લાં ચાર વર્ષથી આ ક્લાસિસ ચલાવતો હતો. કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઈન પરીક્ષા પણ લેવામાં આવે છે. મહત્વનું છે કે, અગાઉ ૨૦૧૯માં ભાસ્કર ભટ્ટની ઝ્રમ્ૈંએ અટકાયત કરી હતી.
તો પેપર લીક મામલે વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટરમાં ગુજરાત એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. એટીએસે કેટલાંક લોકોની ધરપકડ કરી હતી એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ૧૫ જેટલાં લોકોને એટીએસ લઈ જઈ રહી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રે ૨.૨૧ વાગ્યાની આસપાસ એટીએસ આરોપીઓને લઈને રવાના થઈ હતી. શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર ભાસ્કર ચૌધરી સહિત ૧૫ જેટલાં લોકોની એટીએસે ધરપડ કરી હતી. એટીએસે ૧૫ લોકોની કરેલી ધરપકડમાંથી ૧૨ લોકોની સંડોવણી હોવાનો પણ ખુલાસો થયો છે.
પાછલા ઘણાં સમયથી ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટી જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આજ રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું, પરંતુ તે પેપર પણ ફૂટી જવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સમગ્ર મામલામાં અત્યાર સુધી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે ૯ લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન થવાનુ હતું. ૧૧૮૧ બેઠકો માટે આ ભરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેની સામે નવ લાખથી વધારે ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. મંડળ દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરીક્ષા નવેસરથી વહેલી તકે યોજવામાં આવશે અને તેની વિગતવાર માહિતી મંડળ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. કોરોના કાળના બે વર્ષ અને ત્યારપછી પણ લાંબા સમય પછી રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ૭૫૦૦ પોલીસકર્મીઓ અને ૭૦,૦૦૦ પરીક્ષા સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હતા. ઉમેદવારોને પણ પેન, આઈકાર્ડ અને એક્ઝામ રિસિપ્ટ સિવાય કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હતી. આટલી વ્યવસ્થા પછી આ પ્રકારે પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓ ચોક્કસપણે નિરાશ થયા હતા.

Related posts

ભાજપની 13 ઉમેદવારો સાથે 5મી યાદી જાહેર

aapnugujarat

નાણાપ્રધાનનાં બજેટ પ્રવચન વચ્ચે કોંગ્રેસના સભ્યોનો ભારે હોબાળો

aapnugujarat

તાપીમાં આદિવાસી દિવસની રંગેચંગે કરાઈ ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1