Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતને ગ્રીન ગુજરાત બનાવવા તૈયારી

આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવીને ગુજરાતને ગ્રીન ગુજરાત-કલીન ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ભાટ પાસે ૬૨,૦૦૦ ચો.મી. વિસ્તારમાં આકાર લઇ રહેલા ઔડા ગાર્ડનમાં આજે ૩૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું કે, આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે પર્યાવરણ સંરક્ષણના પ્રયત્નોથી આપણે જીવ અને શિવ વચ્ચે એકાત્મતા સાધવાના પ્રયત્નો કરીએ. પર્યાવરણને ધર્મ સાથે જોડીને આપણે તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ચિંતા જન્માવે છે ત્યારે વરૂણદેવને પ્રાર્થના કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે વ્યાપક રીતે વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષો ઉછેરીએ એ જ સમયની માંગ છે. ગાંધીનગરના ભાટ ગામ પાસે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ૬૨,૦૦૦ ચો.મી. વિસ્તારમાં સાયકલ ટ્રેક, વૉક-વે, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટ સાથેનું ઉદ્યાન આકાર લઇ રહ્યું છે. આ વિશાળ ઉદ્યાનમાં આજે ગ્રીન ડ્રાઇવ પ્રોજેકટ અંતર્ગત વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને રાજ્ય સરકાર તરફથી અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ વર્તમાનપત્રમાં માત્ર સામાજિક વ્યથા ઠાલવવાને બદલે તેના સમાધાન માટેની જવાબદારી પણ સ્વિકારી છે. સિંહોની સલામતી માટેનું અભિયાન હોય કે કન્યા કેળવણીનું, આરોગ્યનું હોય કે પર્યાવરણ જાળવણીનું; ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લોક જાગૃતિ કેળવવાનું કામ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. આ વર્ષે અમદાવાદ શહેર અને આસપાસ દોઢ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પની સફળતા માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી. ગ્લોબલ ર્વૉમિંગ અને પ્રદુષણ જેવા પડકારો સામે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીનબેલ્ટમાં વધારો એ જ ઉપાય છે ત્યારે ગુજરાતમાં વન વિસ્તાર વધે અને જંગલો જળવાય એ માટે સરકાર વિશેષ પ્રાધાન્ય આપી રહી છે એમ કહીને રૂપાણીએ કોર્પોરેટ હાઉસ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને વધુને વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને વનમંત્રી ગણપતભાઇ વસાવાએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

હિંમતનગરના મોતીપુરા કેનાલ પાસે દબાણો દૂર કરાયા

editor

રાજ્યમાં વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા નિર્ણય

aapnugujarat

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1