Aapnu Gujarat
ગુજરાત

મગફળી ગોડાઉન સળગવા દેવા માટેનું દબાણ હતું

રાજ્યભરમાં સળગી રહેલા મગફળીના ગોડાઉન અંગે ચોંકાવનારો ખુલાસો કરતી રાજકોટના એક ફાયરમેનની ઓડિયોકલીપ વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. વિરોધપક્ષના નેતા સાથે આ ફાયરમેનની વાતચીતની ઓડિયોકલીપમાં ફાયરમેન સનસનીખેજ ખુલાસો કરે છે કે, અમે ગોંડલવાળુ મગફળી ગોડાઉન ૧૦૧ ટકા અડધુ બચાવી શકયા હોત પરંતુ નાયબ કલેકટરે કામ કરવાની ના પાડતાં તે આગમાં સળગવા દીધું. ફાયરમેનના આ સનસનીખેજ ખુલાસા બાદ હવે મગફળી કૌભાંડ અને તેના વિવિધ ગોડાઉનમાં લાગેલી આગના પ્રકરણમાં મોટા માથા અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સામે શંકાની સોંય તકાઇ છે. રાજકોટના એક ફાયરફાઇટરના ફાયરમેન અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની વચ્ચે વાતચીતમાં તમામ મગફળી કૌભાંડનો ખુલાસો થતો જણાય છે. ફાયરમેન કહે છે કે, અમને આગ બુઝાવતી વખતે મગફળીના કોથળા વચ્ચેથી અનેક ડિઝલના કેન મળ્યા હતા અને અને ગોંડલનું અડધું ગોડાઉન સળગતું બચાવી શક્યા હોત પણ નાયબ કલેક્ટરે કામ કરવાની ના પાડી એટલે સળગવા દીધું. મોટા ઉપાડે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી મગફળી ટેકાના ભાવે ખરીદી પણ સરકારી ગોડાઉનો તેને સાચવી ના શક્યા. ગોંડલ, પેઢલા, રાજકોટ એમ કેટલીય જગ્યાએ વારાફરતી વારા મગફળીના ગોડાઉન સળગ્યા. કરોડોની મગફળી સળગી અને અનેક કેસો પણ થયા. પણ એ રહસ્ય તો અકબંધ રહ્યું કે સળગાવી કોણે ? હવે ફાયરમેનના ચોંકાવનારા ખુલાસા નવા ગંભીર યક્ષપ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે, જો મગફળી ગોડાઉન સળગતા બચાવી શકાતા હતા તો ગોડાઉન બળીને ખાખ થઇ જવામાં કોને રસ હતો અને કોની સૂચનાના આધારે સરકારી અધિકારીઓ આગ બુઝાવવાની કામગીરી રોકી હતી, ગોડાઉનોમાં લાગેલી આગ પાછળ કોનો દોરીસંચાર હતો અને સૌથી મોટી વાત તે તેની પાછળનો ઇરાદો અને કયું રાજકારણ હતું તે સળગતા સવાલો ઉઠયા છે. મગફળી કૌભાંડમાં આ ચોંકાવનારા ખુલાસા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજય સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના વિરોધ પ્રદર્શન અને ધરણાં ચાલુ રાખ્યા હતા.

Related posts

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની તા.૧૧ મીની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં અધધધ્… કુલ- ૫૭૪૯ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

aapnugujarat

વિરમગામ ખાતે પોષણ માસ ઉજવણીનો શુભારંભ

aapnugujarat

खाद्य सामग्री में मिलावट रोकने के लिए जांच में तेजी : उपमुख्यमंत्री नीतिन पटेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1