Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની તા.૧૧ મીની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં અધધધ્… કુલ- ૫૭૪૯ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાની રાહબરી હેઠળ ગત તા. ૨૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ થી નર્મદા જિલ્લામાં તા.૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે હાથ ધરાયેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૧૧ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ ને રવિવારના રોજ જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે બી.એલ.ઓ.ની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં અધધધ્… કુલ- ૫૭૪૯ જેટલી અરજીઓ જિલ્લા ચૂંટણીતંત્રને પ્રાપ્ત થઇ છે.

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર ઉપરાંત તમામ પાંચેય તાલુકાઓમાં તા.૧૧ મી જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ તમામ મતદાન મથકોએ બી.એલ.ઓ.ની ઉપસ્થિતિમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, સુધારા-વધારા, નામ કમી કરવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેરબદલ કરવા તેમજ તા.૧/૧/૨૦૧૮ ના રોજ ૧૭ પ્લસ હોય તેવા મતદારોની યાદી તૈયાર કરવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં ફોર્મ નં-૬ હેઠળ–૨૦૭૫, ફોર્મ નં- ૭ હેઠળ-૧૫૪૬, ફોર્મ નં- ૮ હેઠળ-૩૬૨૦ અને ફોર્મ નં- ૮ (ક) હેઠળ ૧૭૧ મળી કુલ- ૫૭૪૯ અરજીઓ જુદી જુદી કામગીરી માટે રજુ થઇ હતી. તેવી જ રીતે તા.૨૨ મી જાન્યુઆરીથી તા.૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન આ વિશેષ ઝુંબેશ અગાઉ જિલ્લાભરમાં ફોર્મ નં- ૬ હેઠળ ૧૯૫૫, ફોર્મ નં- ૭ હેઠળ- ૬૨૬ અને ફોર્મ નં- ૮ હેઠળ-૯૭૧ અને ફોર્મ નં- ૮(ક) હેઠળ ૬૬ મળી કુલ- ૩૬૧૮ જેટલી અરજીઓ પ્રાપ્ત થઇ હતી. આમ, આ કામગીરીના પ્રારંભથી લઇને બંને ખાસ ઝુંબેશ સાથેના સમયગાળામાં એટલે કે, તા.૧૧/૨/૨૦૧૮ સુધીમાં જિલ્લામાં ફોર્મ નં- ૬ હેઠળ- ૪૦૩૦, ફોર્મ નં– ૭ હેઠળ ૧૫૪૬, ફોર્મ નં- ૮ હેઠળ – ૩૬૨૦ અને ફોર્મ નં- ૮ (ક) હેઠળ ૧૭૧ મળી કુલ- ૯,૯૬૮ જેટલી અરજીઓ વિવિધ કામગીરી માટે પ્રાપ્ત થઇ હોવાના અહેવાલ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયાં છે.

Related posts

વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયું

editor

દુધઇ અને આસપાસના ગામોની ૨૫૦૦૦ની વસતીને દુધઇ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર આર્શિવાદરૂપ થશે : સંસદીય સચિવ વાસણભાઇ આહિર

aapnugujarat

મારવાડ-આબૂ રોડ વચ્ચે છ ટ્રેન રદ કરવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1