Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાનનાં એનજીઓ ‘બીઈંગ હ્યુમન’ પર ગંભીર આરોપ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સોશિયલ વર્ક કરવા માટે સતત ચર્ચામાં રહે છે. બધાને ખબર છે કે સલમાનએ ૨૦૦૭માં એક એનજીઓ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી પરંતુ હવે આ એનજીઓ પર ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે. સલમાનની એનજીઓ બીઈંગ હ્યુમન બીએમસીના ધ્યાન પર છે અને એનજીઓને બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે. બીઈંગ હ્યુમન પર આરોપ છે કે તેણે એક પણ ડાયાલસિસ સેન્ટરની સ્થાપના નથી કરી.મીડિયો રિપોર્ટના અનુસાર, બીઈંગ હ્યુમન ફાઉન્ડેશનએ બાંન્દ્રા વિસ્તારમાં ડાયલસિસ યૂનિટ શરૂ કરવાનાં હતા, જેનાથી ગરીબોને સસ્તા ઈલાજની સુવિધા મળશે, પરંતુ એનજીઓએ આ યૂનિટ શરૂ ના કર્યા. બીએમસીએ હોસ્પિટલમાં ડાયલસિસ કરવાનો ખર્ચ ૩૫૦ રૂપિયા થાય છે. તેને ઓછો કરવા માટે બીએમસીએ બીજા એનજીઓ પાસેથી સેવા લેવાં માટે ટેન્ડર શરૂ કર્યા હતા જેમાં બીઈંગ હ્યૂમનએ પણ અરજી કરી હતી. સલમાનએ ફાઉન્ડેશનને ડાયલસિસનો ખર્ચ ૩૩૯.૨૫ રૂપિયા ઓફર કર્યા હતા પરંતુ તે પોતાનું વચન પુરુ ના કરી શક્યો.તમને જણાવી દઈએ કે ૨૦૧૬માં બીએમસીએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી હેઠળ ૧૯૯ ડાયલસિસ યૂનિટ શરૂ કરવાનો પ્રોજેક્ટ બનાવામાં આવ્યો હતો જેમાં ૨૪ યૂનિટ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશનએ પાલી હિલ વિસ્તારમાં શરૂ કરવામાં હતા.બીએમસીનાં અધિકારીઓએ તે વાતની પુષ્ટી કરી છે કે, સલમાનના એનજીઓને નોટિસ મોકલવામાં આવી છે અને આ પ્રોજેક્ટ માટે એનજીઓએ જે રકમ જમા કરી છે તેને જપ્ત કરવામાં આવી છે.

Related posts

रेंज रोवर में सनी, फरारी में दिखे बॉबी, गाड़ियों में बैठे देओल ब्रदर्स का दिखा लैविश अंदाज

aapnugujarat

મારી કારકિર્દી તંગ દોરડા પર નર્તન કરવા જેવી : કંગના રનૌત

aapnugujarat

મરતાં પહેલા એકવાર પાકિસ્તાન જવા માંગું છું, પીઓકે તેનો જ હિસ્સો : રીષિ કપૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1