Aapnu Gujarat
મનોરંજન

મરતાં પહેલા એકવાર પાકિસ્તાન જવા માંગું છું, પીઓકે તેનો જ હિસ્સો : રીષિ કપૂર

બોલિવૂડના પીઢ અભિનેતા રીષિ કપૂર સોશ્યિલ મીડિયા પર પોતાના નિવેદનના કારણે હંમેશા વિવાદોમાં રહે છે, ત્યારે ફરી એક વખત તે એક નિવેદનના કારણે વિવાદોમાં આવ્યા છે.
રીષિ કપૂરે કોંગ્રેસના ફારુક અબ્દુલ્લાહના પીઓકે અંગે આપેલા નિવેનદનું સમર્થન કરતા સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
આ પોસ્ટમાં તેણે ફારુક અબ્દુલ્લાહના નિવેદનને સમર્થન આપતા લખ્યું કે કાશ્મીરના પ્રશ્નને સોલ્વ કરવાનો માત્ર આ એક જ રસ્તો છે, અને તે મર્યા પહેલા એક વખત પાકિસ્તાન જોવા માંગે છે.શનિવારે જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાહે કહ્યું હતું કે પાક અધિકૃત કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે અને તેને પાકિસ્તાન પાછીથી કોઈ નહીં લઈ શકે, જે રીતે કાશ્મીરનો ભાગ ભારતનો છે.
ફારુક અબ્દુલ્લાએ એ પણ કહ્યું હતુ કે ભલે અનેક યુદ્ધ થઈ જાય પરંતુ સત્ય બદલવાનું નથી. ફારુકના આ નિવેદન પર રીષિ કપૂર ટિ્‌વટ કર્યુ હતુ, તેણે કહ્યું ‘ ફારુક અબ્દુલ્લા જી, સલામ, હુ તમારી વાત સાથે પૂરી રીતે સહમત છુ સર. જમ્મૂ કાશ્મીર આપણું છે અને પીઓકે તેમનું છે. આ જ એક રસ્તો છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે. તે ઉપરાતં હું ૬૫ વર્ષનો થઈ ગયો છું અને મરતા પહેલા પાકિસ્તાન જોવા માંગુ છુ, હું ઈચ્છુ છુ કે મારા છોકરાઓ તેમના બાપ-દાદાની જગ્યાને જુએ, બસ કરાવી દો સર, જય માતા દી’  સોશ્યિલ મીડિયા પર પોતાના આ નિવેદન પછી રીષિ કપૂરને ખૂબ જ ટ્રોલ કરવામા આવ્યો હતો.  એક યુઝરે લખ્યું કે ‘અરે સરજી ૬૫ની ઉંમરમાં નીટના પીવાય, સોડા પૂરી થઈ ગઈ હોય તો પાણી મીલાવો’. એક બીજા યુઝરે લખ્યું કે ‘ચાર પેગ પછી ટિ્‌વટર તમારી માટે હાનિકારક નહીં, ખૂબ જ હાનિકારક બની શકે છે.’  ફારુક અબ્દુલ્લાહના આ નિવેદન સાથે સહમત થનાર એક્ટર રીષિ કપૂરને પાકિસ્તાન જોવાની ઈચ્છાનું મોટુ કારણ એ પણ છે કે તેમના દાદા-પરદાદા પાકિસ્તાનના છે. રીષિ કપૂર પૃથ્વીરાજ કપૂરનો પૌત્ર છે અને રાજ કપૂરનો દીકરો છે. પૃથ્વીરાજ કપૂરનો જન્મ ૩ નવેમ્બર ૧૯૦૬એ સમુંદરી, લાયલપુર-પંજાબ (હવે પાકિસ્તાન)માં થયો હતો.

Related posts

तांडव के कंटेंट पर भड़की कंगना रनौत

editor

દીપિકા ગ્લેમરસ સ્ટારના એવોર્ડથી સન્માનિત

aapnugujarat

દિપિકાને પછાડી કંગના હવે સૌથી વધારે ફી લેનારી સ્ટાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1