Aapnu Gujarat
મનોરંજન

દીપિકા ગ્લેમરસ સ્ટારના એવોર્ડથી સન્માનિત

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને હાલમાં જ મુંબઈમાં આયોજિત સ્ટાઈલ એન્ડ ગ્લેમર એવોડ્‌ર્સમાં સૌથી ગ્લેમરસ સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. પોતાની ખૂબસૂરતી અને દિલ જીતવાની અદાઓ સાથે દીપિકા પહેલા પણ અનેક પુરસ્કાર તેના નામે કરી ચૂકી છે.
દીપિકા માટે વર્ષ ૨૦૧૮ ખૂબ જ સફળ રહ્યું હતું. ફિલ્મ પદમાવતમાં પોતાના અભિનય માટે ચારે બાજુથી પ્રશંસા મેળવનાર દીપિકા મેટ ગાલા અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર ખૂબ જ નામના મેળવી ચૂકી છે. દીપિકા પાદુકોણ વર્ષના અંતે સૌથી શાનદાર લગ્ન કરી વર્ષ ૨૦૧૮માં સૌથી મોટી ન્યૂઝમેકર પણ બની રહી.
તાજેતરમાં દીપિકાએ એશિયાની “સૌથી સેક્સી એશિયાઇ મહિલા” તરીકે પોતાનો ખિતાબ પુનઃ મેળવ્યો હતો. વિશ્વમાં ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આવ્યા પછી, દીપિકા ફોર્બ્સ સેલેબ ૧૦૦ની યાદીમાં ટોપ ૫માં જગ્યા મેળવનાર એક માત્ર મહિલા અભિનેત્રી બની છે. દીપિકા બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડની કમાઇ કરનાર પહેલી અભિનેત્રીનો ખિતાબ પણ મેળવ્યો છે.

Related posts

અક્ષય વહેલો ઉઠાવના કારણે તેની સાથે કામ કરી નહીં શકે શાહરુખ

editor

रक्षा मंत्री राजनाथ सिंह से मिलीं कंगना रनौत

editor

बिहार बाढ़ पीडि़तों को अमिताभ बच्‍चन ने दिए 51 लाख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1