Aapnu Gujarat
મનોરંજન

‘તાનાજી’માં સૈફને તાલીમ આપવા જર્મનીથી એક્સપર્ટસ્‌ બોલાવાયા

છોટે નવાબ સૈફ અલી ખાનને એની આગામી ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયરના સ્ટંટ દ્રશ્યો માટે ખાસ તાલીમ આપવા જર્મનીથી એક્સપર્ટસ્‌ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજીના મર્દ સેનાપતિ તાનાજીની આ બાયો-ફિલ્મમાં સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ મુખ્ય રોલ કરી રહ્યો છે. મુંબઇમાં આ ફિલ્મનું પહેલા શિડયુલનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે.
હવે બીજા શિડયુલના શૂટિંગનો આરંભ થવાનો છે જેમાં જબરદસ્ત એક્શન દ્રશ્યો ઝડપવાનાં છે. એ માટે જર્મનીથી એક્સપર્ટ એક્શન ડાયરેક્ટર્સને તેડાવાયા છે. આ ડાયરેક્ટર્સ સૈફ અલી ખાનને એનાં એક્શન દ્રશ્યો માટે તાલીમ આપશે એવું જાણવા મળ્યુ હતું. આ એક્શન ડાયરેક્ટર્સ ઇન્ટરનેશનલ લેવલના સંખ્યાબંધ પ્રોજેક્ટ્‌સ સાથે કામ કરી ચૂક્યા છે.જો કે આ જર્મન ટીમ પહેલીવાર બોલિવૂડના કોઇ કલાકારને ટ્રેઇન કરશે એવું જાણવા મળ્યું હતું.

Related posts

कम से कम मेरे साथ तो नहीं बनेगी इंशाअल्लाह : सलमान

aapnugujarat

२.० में रजनीकांत की जगह शाहरुख निभाते चिट्टी का रोल

aapnugujarat

ભાવનગર ખાતે યુવા સરકાર… એક વિચાર મુવીનું ટ્રેલર લોન્ચ

editor

Leave a Comment

UA-96247877-1