Aapnu Gujarat
બ્લોગ

સવાલ ટુ જી કે રફાલની કિંમતનો નથી પરંતુ કેગની વિશ્વસનીયતાનો છે…..!

સમગ્ર દેશ અને સમગ્ર વિરોધ પક્ષ જેની રાહ જોઈ રહ્યો હતો તે રફાલ વિમાનના સોદા ને લઈને ભારતના કેગનો રિપોર્ટ લોકસભાના મેજ પર રાખવામાં આવી અને સાર્વજનિક પણ થઈ ગઈ અહેવાલમાં કેગે સરકારે જે વાત કરી તેનું પુનરાવર્તન કરતા દેશવાસીઓને બતાવ્યું કે મોદી સરકારે કોંગ્રેસની સરકારથી લગભગ ત્રણ ટકા સસ્તામાં ૩૬ રૂપાલ વિમાનનો સોદો કર્યો છે પરંતુ સરકારની જેમ કેગ એ પણ રફાલ વિમાનની કિંમત પોતાના છુપાવી દીધી કેગ કોઈ સામાન્ય નાની સંસ્થા નથી લોકશાહી તંત્રની પ્રક્રિયામાં સરકારે કાઈખોટું કર્યું હોય તો તેની તપાસ કરીને આમ નાગરિકોને તેની જાણકારી પોતાના રિપોર્ટ ના માધ્યમ દ્વારા આપવાથી મોટી જવાબદારી કેગને સોંપવામાં આવી છે કોંગ્રેસના કાર્યકાળમાં વિનોદ રાય એ કેગના રિપોર્ટ દ્વારા તુજી સ્પેક્ટ્રમમા લગભગ બે લાખ કરોડનું નુકસાન સરકારને થવાની સંભાવના બતાવતા હોવાનો રિપોર્ટ આપ્યો હતો જોકે સરકારને કોઈ નુકસાન થયું ન હતું હતું પરંતુ થવાની સંભાવના કેટલો હિસાબ કરીને બતાવી હતી તે ટુ જી ગોટાળામાં બધા મોટા મોટા આરોપીઓ છૂટી ગયા જે ભાજપા એ ટુ જી કાંડનો ભરપૂર ઉપયોગ કરી તેને ભાજપ સરકાર ના શાસનમાં સી બી આઇ એક પણ એવો મજબૂત પુરાવો કોર્ટમાં આપી ન શકી કે જેનાથી પૂર્વ મંત્રી એ રાજા અને અને કનીમોઝી ને એક દિવસની પણ સજા થઈ હોય.
કેગના વિનોદ રાયને પછીથી મોદી સરકારમાં સારી પોસ્ટ મળી એ અલગ વાત છે પરંતુ જે કેગ ના અહેવાલમાં સનસનાટીપૂર્ણ ૨ લાખ કરોડનો ગોટાળો થવાનો ખુલાસો કર્યો એક કાંડમાં કેમ બધા ઈજ્જત ભેર છૂટી ગયા….? શું કેગે ખોટો હિસાબ કર્યો્‌…..? કે પછી કોઈને રાજકીય લાભ પહોંચાડવાને માટે કેગે ગોટાળા ની વાત કહી જે ક્યારેય થયો જ નથી….? જે તે સમયે ક્યાં કેગે કર્યું એવું જ કાંઈક આ કેગે કર્યું છે રફાલ ની કિંમત બતાવ્યા વગર જ કહી દીધું કે મોદી સરકારે દેશના પૈસા બચાવ્યા કેગે માની લીધું કે સરકારે જે કહ્યું તે વાતને માની લીધી અને રિપોર્ટ ત્રણ વર્ષ પછી સરકારને આપ્યો કેગને બાઇબલ માનતા વગર મંત્રાલયના મંત્રી અરુણ જેટલીએ તેને સત્ય મેવ જયતે કહી દીધું જો આજ કેગે રફાલનો શોધો ખોટો છે એવો રિપોર્ટ આપ્યો હોત તો અરુણ જેટલી સત્યમેવ જયતે નારો લગાવે ખરા….?
જે રીતે ૨૦૧૪માં ચુટણીના સમયમાં કેગને લઈને રાજકીય લાભ લેવામાં આવ્યો એ જ રીતે આ ચૂંટણીમાં પણ રાફેલ રિપોર્ટ વાળા કેગને લઈને રાજકીય લાભ લઈ શકાય છે માની લો કોઈ પક્ષને માટે આવા રિપોર્ટ શા માટે બને છે એ પણ એક વિચારવાની વાત છે રાજકીય લાભ કોને મળે આવનારી સરકાર કોઈપણ પક્ષ કે મોરચાની બને પરંતુ સામાન્ય લોકોમાં કેગની વિશ્વસનીયતાને લઈને અલગ વિચાર કે મત બનવો એ પણ ખુદ કેગને માટે ઠીક નથી જોવામાં આવે તો સવાલ કેગની વિશ્વસનીયતાનો પણ બની શકે છે એક કેગના રિપોર્ટ ને લઈને મોટા મોટા નેતાઓ ગોટાળા ના કેસમાં છૂટી ગયા અને હવે આ કેગએ પણ એવું જ કર્યું કે જે રામ મંદિરની સાથે થયું એટલે કે મંદિર વહી બનાયેંગે તારીખ નહિ બતાયેંગે….. રફાલ સોદો સસ્તો છે પરંતુ કિંમત નહિ બતાવીએ…..! કિંમત બતાવ્યા વગર સોદાને રસ્તો બતાવનાર કેગે પણ વિનોદ રાય ની જેમ સન્માન મળે તેવી શુભેચ્છા આખરે આવું કેમ થાય ….? ક્યા કેગ ભી સી બી આઈ કી તરહ બન ગયા તોતા….?!

Related posts

असम की स्थिति विषम

aapnugujarat

વડોદરાના સર્જક ઠક્કરનો રંગ અંધતાથી પીડિત લોકો માટે રંગ વૈવિધ્યની પરખ સરળ બનાવતી પ્રોસેસીંગ લાયબ્રેરી ઇજાદ કરવાનો વિચાર ગુગલ કોડ માટે સ્વીકારાયો

aapnugujarat

ભાજપનું મિશન ૨૬ અશક્ય નહીં પણ મુશ્કેલ જરૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1